પ્રાંત કચેરીમાં ફરજ બજાવતો લાંચીયો ક્લાર્ક 500 ની લાંચ લેતાં ACB ના હાથે જડપાયો. - At This Time

પ્રાંત કચેરીમાં ફરજ બજાવતો લાંચીયો ક્લાર્ક 500 ની લાંચ લેતાં ACB ના હાથે જડપાયો.


અરવલ્લી જીલ્લામાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે જીલ્લામાં કેટલાક સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે “ ભ્રષ્ટાચાર એજ શિષ્ટાચાર " બનાવી દીધો હોય તેમ સરકારી કામકાજમાં કાયદાનો ભય બતાવી રૂપિયા ખંખેરવામાં રચ્યા પચ્યા રહે છે. આવોજ એક સરકારી બાબુ મોડાસા પ્રાંત કચેરીમાં ફરજ બજાવતો લાંચીયો ક્લાર્ક પાક રક્ષણના પરવાનાના ( બંદુક ) ના રીન્યુ માટે અરજી કરનાર ખેડૂત પાસેથી 500 રૂપિયાની લાંચ માંગતા ખેડૂત લાંચ આપવા માંગતો ન હોવાથી અરવલ્લી એસીબીનો સંપર્ક કરતા એસીબીએ છટકું ગોઠવી લાંચિયા ક્લાર્કને કચેરીમાંજ રંગેહાથે લાંચ લેતા દબોચી લેતા આ સરકારી બાબુ ના મોતિયા મરી ગયા હતા. અરવલ્લી એસીબી પીઆઈ એચ.પી.કરેણ અને તેમની ટીમે મોડાસા પ્રાંત કચેરીમાં ફરજ બજાવતા રોહિત લક્ષ્મણ પુરાણીને છટકું ગોઠવી કચેરીમાં જ ફરિયાદી પાસેથી 500 રૂપિયા લાંચ લેતા ઝડપી પાડતા લાંચિયા ક્લાર્કના હોશકોશ ઉડી ગયા હતા.ખેડૂતે મોડાસા પ્રાંત કચેરીમાં પાક રક્ષણ પરવાનો રીન્યુ કરવા માટે જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે ચલણ ભરી ઓનલાઇન નિયમાનુસાર અરજી કરી હતી તેમ છતાં મોડાસા પ્રાંત કચેરીમાં ફરજ બજાવતો રોહિત લક્ષ્મણ પુરાણીએ પાક રક્ષણ પરવાના રીન્યુ કરવા પાંચસો રૂપિયાની લાંચ માંગી પરવાનો રીન્યુ કરવામાં ઠાગા હૈયા કરતા ખેડૂતે એસીબીનો સંપર્ક કરતા સોમવારે બપોરે છટકું ગોઠવી દબોચી લઇ અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો અને રિમાન્ડ માટે તજવીજ હાથધરી લાંચિયા અધિકારીના ઘરે બેનામી સંપતિ માટે સર્ચ હાથધર્યું હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.અરવલ્લી એસીબીએ જીલ્લા સેવાસદન કચેરીમાં સફળ ટ્રેપ કરતા લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ કેલાયો હતો એસીબીની ટ્રેપ થી સમગ્ર કચેરીમાં સન્નાટો ફેલાયો હતો.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.