સકારાત્મક સમાચાર, ભારતમાં કોરોના બાદ આવકની અસમાનતા ઘટી, સરેરાશ આવકમાં પણ વૃદ્વિ - At This Time

સકારાત્મક સમાચાર, ભારતમાં કોરોના બાદ આવકની અસમાનતા ઘટી, સરેરાશ આવકમાં પણ વૃદ્વિ


ભારતમાં છેલ્લા અનેક દાયકાઓથી અમીર-ગરીબ વચ્ચેનું અંતર સતત વધતું જાય છે. ખાસ કરીને આવકની અસમાનતા ઉડીને આંખે વળગે તેવી રીતે જોવા મળી છે. આ વચ્ચે હવે SBIના નવા ecowrap રિસર્ચ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ રિપોર્ટ અનુસાર ભારતમાં કોરોના મહામારીના સમયે અને ત્યારબાદ અત્યાર સુદી લોકોની આવક અસમાનતામાં ઘટાડો થયો છે. ભારતમાં આવકની અસમાનતા નાણાકીય વર્ષ 2017થી સતત ઘટી રહી છે. ભારતના ગરીબી રેશિયા પર નજર કરીએ તો વર્ષ 2011-12માં 21.9 ટકાથી ઘટીને 17.9 ટકા થઇ ગયો છે. ભારતમાં કોવિડ દરમિયાન પણ આવકની અસમાનતા ઘટી છે.

સરેરાશ આવકમાં વૃદ્વિનું ચિત્ર

બીજી તરફ રિપોર્ટમાં બીજા પણ અનેક દાવાઓ કરવામાં આવ્યા છે જે અનુસાર રાજ્યોની સરેરાશ આવકમાં વૃદ્વિની સ્થિતિ છે. રિપોર્ટ પ્રમાણે 2001-02માં તે 18,118 રૂપિયા હતી, જે 2011-12માં વધીને 64,845 રૂપિયા અને 2021-22માં 1,74,024 પર પહોંચી ચૂકી છે. રાજ્યોની માથાદીઠ આવક પણ વધી છે. સૌથી વધુ માથાદીઠ આવક ધરાવતા રાજ્યોમાં ગોવા અને સિક્કિમ અગ્રેસર છે. આ બંને રાજ્યોની સરેરાશ માથાદીઠ આવક અન્ય તમામ રાજ્યોની તુલનાએ 3 ગણી વધુ છે. યાદીમાં બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ સૌથી નીચલા સ્તરે જોવા મળ્યા છે.

જીડીપી અને જીએનઆઇ વચ્ચે પણ અંતર

જીડીપી એ તે માલ અને સેવાઓનું અંતિમ મૂલ્ય છે જે એક વર્ષમાં દેશમાં ઉત્પન્ન થાય છે. તે જ સમયે રાષ્ટ્રને મળથી સ્થાનિક કે વિદેશી આવકને GNIમાં જોવામાં આવે છે. આપને જણાવી દઇએ કે,  નાણાકીય વર્ષ 2012-20માં આ તફાવત લગભગ 1.1 ટકા હતો. જોકે નાણાંકીય વર્ષ 2021માં તે વધીને 1.3 ટકા અને નાણાકીય વર્ષ 2022માં 1.6 ટકા થયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.