ગુજરાતમાં સ્ટીલના રસ્તાના નિર્માણ બાદ હવે 'પરાળી' પર પ્રયોગ ચાલુ - At This Time

ગુજરાતમાં સ્ટીલના રસ્તાના નિર્માણ બાદ હવે ‘પરાળી’ પર પ્રયોગ ચાલુ


- ઓવરલોડિંગની સમસ્યા તથા ઘણી વખત રોડ બનાવનારા લોકોની નિયતમાં ખામી હોવાથી રોડ પર ખાડાઓ પડે છેનવી દિલ્હી, તા. 17 ઓગષ્ટ 2022, બુધવારઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વમાં જેટલા પણ માર્ગ અકસ્માત થાય છે તે પૈકીના એક તૃતિયાંશ (1/3) મોત ભારતમાં નોંધાય છે. દેશમાં સારામાં સારા રસ્તાના નિર્માણ છતાં પણ છોડા સમયમાં જ તેના પર ખાડાઓ પડી જાય છે. આ મામલે માત્ર દેશની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની રસ્તાઓ અંગે સંશોધન કરતી એકમાત્ર સંસ્થા સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના (CRRI) ડિરેક્ટર રંજના અગ્રવાલે પોતાનો મત રજૂ કર્યો હતો. રંજના અગ્રવાલના કહેવા પ્રમાણે તેમની સંસ્થામાં રસ્તાઓની ડિઝાઈન તથા સુરક્ષા માટે અલગ વિંગ આવેલી છે. તેમાં તેઓ પ્રશિક્ષણ અને ઓડિટ કામ કરે છે. તેમની સંસ્થાએ હજારો કિમી રસ્તાઓનું નિરીક્ષણ કરીને બ્લેક સ્પોટ ઓળખ્યા છે તથા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) કે રાજ્યોની રોડ ઓથોરિટીની મદદથી તેને ઠીક કરાવ્યા છે. પરાળીનો પ્રયોગતેમની સંસ્થા હાલ ડાંગર અને ઘઉંની કાપણી બાદ જે પરાળી બચે તેના નિકાલ માટે ટેક્નોલોજી વિકસિત કરી રહી છે. પરાળીને ખૂબ ઉંચા તાપમાને લઈ જઈને ચારકોલની માફક ઈંધણ તરીકે ઉપયોગ કરવા લાયક બનાવાઈ રહી છે. તેના વડે બાયો-એથેનોલ અને બાયો-બિટુમેન બનાવવામાં આવી રહ્યા છે. તેઓ પ્રયત્ન કરી રહ્યા છે કે, બિટુમેનમાં 30 ટકા સુધી પરાળીમાંથી બનાવાયેલો બાયો-બિટુમેન ભેળવીને રસ્તાઓ બનાવાવમાં આવે. રોડના નિર્માણ માટે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અન્ય એક સંસ્થાએ ડાંગરની પરાળીમાંથી પ્લાયબોર્ડ બનાવવામાં સફળતા મેળવી છે. ઉલ્લેખનીય છે કે, પંજાબ સહિતના પ્રાંતમાં પાકની લણણી બાદ ખેતરમાં બચેલી પરાળી સળગાવી દેવાના કારણે પર્યાવરણની ગંભીર સમસ્યા સર્જાતી હોય છે. ઓવરલોડિંગની સમસ્યા, ગુજરાતનો સ્ટીલ રોડવધુમાં જણાવ્યું કે, આપણા રસ્તાઓ 10.5 ટનના એક્સેસ લોડ માટે બન્યા છે. તાજેતરના એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, મોટા ભાગના રસ્તાઓ પર 24 ટન એક્સલ લોડના વાહનો ચાલી રહ્યા છે. આ કારણે રસ્તાઓ કોઈક જગ્યાએ દબાય છે અને ક્યાંક ઉંચા આવે છે. તે જગ્યાઓમાં પાણી ભરાવાના કારણે ખાડા પડે છે. આ સાથે જ સ્ટીલના કચરાની કપચી વડે અને પ્લાસ્ટિકના ઉપયોગ વડે રસ્તાઓનું નિર્માણ થઈ રહ્યું હોવાનો ઉલ્લેખ કરીને ગુજરાતના સ્ટીલ સ્લેગમાંથી બનેલા રસ્તા વિશે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં હજીરાથી સુરત સુધીનો રસ્તો ભારે વાહનોની અવર-જવરના કારણે હંમેશા ખરાબ સ્થિતિમાં રહેતો હતો. રસ્તાનો એક કિમી સુધીનો હિસ્સો સંપૂર્ણપણે સ્ટીલ સ્લેગમાંથી બનાવવામાં આવ્યો છે અને તેનું દરેક પ્રકારે ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. તે 28 ટન એક્સલ લોડ વહન કરવામાં સફળ નોંધાયો છે. વધુ વાંચોઃ સુરતમાં ઔદ્યોગિક વિસ્તારમાં ભારતનો પ્રથમ સ્ટીલ રોડ તૈયાર કરાયો, એક વર્ષ સુધી પરીક્ષણ કરાયું હતું રસ્તાઓના નિર્માણ માટેની ટેક્નોલોજીમાં કોઈ ખામી નથીરંજના અગ્રવાલના કહેવા પ્રમાણે આપણી રસ્તાઓ બનાવવા માટેની ટેક્નોલોજીમાં કોઈ ઉણપ નથી. રોડના નિર્માણ માટેની તમામ ટેક્નોલોજી પરીક્ષણમાંથી પસાર થયેલી છે. પરંતુ ઘણી વખત રોડ બનાવનારા લોકોની નિયતમાં ખામી હોય છે. તેમાં ઈમાનદારી અને નિષ્ઠાનો અભાવ જોવા મળે છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.