‘આઝાદ’ના રાજીનામા બાદ મનીષ તિવારીએ કહ્યું- ભારત અને કોંગ્રેસે અલગ રીતે વિચારવાનું શરૂ કર્યું
- હું આ પાર્ટીનો ભાડુઆત નથી પણ સદસ્ય છું: મનીષ તિવારીનવી દિલ્હી, તા. 27 ઓગષ્ટ 2022, શનિવારકોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા ગુલામ નબી આઝાદે શુક્રવારના રોજ સોનિયા ગાંધીના નામે 5 પાનાંનો પત્ર લખીને પાર્ટીની પ્રાથમિક સદસ્યતા સહિત તમામ પદેથી રાજીનામુ આપી દીધું હતું. આ ઘટના બાદ રાજ્યસભા સાંસદ મનીષ તિવારીએ ફરી એક વખત પોતાની પાર્ટીને સલાહ આપતા જણાવ્યું કે, G-23એ પાર્ટીની સ્થિતિ મામલે કોંગ્રેસ સુપ્રીમોને જે પત્ર લખ્યો હતો તેના પર જો ધ્યાન આપવામાં આવ્યું હોત તો આજ જેવી સ્થિતિ ન સર્જાત. રાહુલ ગાંધીના પીએ-ચાટુકારો-ચપરાસીઓ પર નિશાન સાધીને મનીષ તિવારીએ જણાવ્યું કે, તે લોકો વોર્ડની ચૂંટણી લડવાની હેસિયત પણ નથી ધરાવતા અને જ્ઞાન એવી રીતે આપે જાણે આખી પાર્ટી તેમના ખભે જ ટકેલી હોય.
મનીષ તિવારીએ જણાવ્યું કે, 'હું આ પાર્ટીનો ભાડુઆત નથી પણ સદસ્ય છું. 2 વર્ષ પહેલા અમારામાંથી 23 નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે, પાર્ટીની સ્થિતિ ચિંતાજનક છે અને તેના પર ગંભીરતાથી ધ્યાન આપવામાં આવે. એ પત્ર બાદ કોંગ્રેસ તમામ વિધાનસભા ચૂંટણી હારી ગઈ. જો કોંગ્રેસ અને ભારત એક સમાન વિચાર ધરાવે છે તો હવે એમ લાગે છે કે, બંનેમાંથી કોઈ એકે અલગ રીતે વિચારવાનું શરૂ કરી દીધું છે.'આ પણ વાંચોઃ રાહુલ ગાંધી અને સોનિયા ઉપર આકરા પ્રહારો કરી આઝાદે રાજીનામુ આપ્યુંતિવારીએ કહ્યું હતું કે, 'એમ લાગે છે કે, 1885થી અસ્તિત્વ ધરાવતી કોંગ્રેસ પાર્ટી અને ભારત વચ્ચે તિરાડ સર્જાઈ છે. મને લાગે છે કે, 20 ડિસેમ્બર 2020ના રોજ સોનિયા ગાંધીના નિવાસ સ્થાને યોજાયેલી બેઠકમાં સહમતી સધાઈ હોત તો આ સ્થિતિ ન સર્જાત.'આ ઉપરાંત તેમણે પોતે ગુલામ નબી આઝાદના પત્રના ગુણ-દોષમાં નથી પડવા ઈચ્છતા, તેઓ પોતે જ તે અંગે સૌથી સારી રીતે સમજાવી શકશે તેમ પણ કહ્યું હતું. આ પણ વાંચોઃ કોરોનાએ 50 લાખ લોકોનો ભોગ લીધો ત્યારે PM મોદી દુઃખી ન થયા પણ 'આઝાદ' માટે રડ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.