વાયરલ ફલૂ ના વધતા કેસો થી લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે માનવતાવાદી મેડિકલ ઓફિસર ની મુલાકાતે સ્થાનિક અગ્રણી ઓ
લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે માનવતાવાદી મેડિકલ ઓફિસર ડો સિંહા સાહેબ ની મુલાકાતે સ્થાનિક અગ્રણી ઓ હાલ વધતા જતા ફલૂ તેમજ વાયરલ રોગો ના દર્દીઓ વધતી જતી સંખ્યા અંગે ચિંતિત સ્થાનિક અગ્રણી ઓએ તબીબ સિંહા સાહેબ ની રૂબરૂ મુલાકાતે પહોંચી દૈનિક ઓપીડી દવા ના જથ્થા સહિત જરૂરી સંસાધન મેડિકલ ઇન્સ્યુમેન્ટ સહિત ની વિગતો મેળવી હતી દૈનિક ખૂબ મોટી ઓપીડી માં સેવા આપતા ડો સિંહા સહિત ના તબીબો એ જણાવ્યું હતું કે ચિતા જેવું કઈ નથી પણ શહેર ને વધુ સારી આરોગ્ય સેવા માટે ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માંથી મળતી જરૂરી તમામ ફેસિલિટી છે એવી અગ્રણી ઓને ખાત્રી સાથે જે જરૂરિયાત છે તે અંગે સ્થાનિક અગ્રણી રાજુભાઇ ભુવા અનિલભાઈ નાઢા, ભરતભાઇ પાડા દિનેશભાઇ મકવાણા વિશાલભાઈ ડોડીયા હનુભાઈ ભુવા જયદેવભાઈ ગોહિલ ને અવગત કર્યા હતા આરોગ્ય લક્ષી તેમજ દર્દી નારાયણ ના સ્વાસ્થ્ય માટે જરૂરી માહિતી મેળવી અને આવનાર દિવસો માં દર્દીઓ ને મુશ્કેલી ન પડે તેવા સૂચનો તેમજ આયોજન માટે જરૂરી ચર્ચાઓ કરેલ હતી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.