જૂનાગઢ એસ.ઓ.જી., માંગરોળ મરીન, શીલ અને ચોરવાડ પોલીસ દ્વારા જૂનાગઢ જીલ્લાના દરિયાઇ વિસ્તારમાંથી નશીલા પદાર્થ ચરસના ૧૦૪ પેકેટ (૧૧૪ કિ. ગ્રા) કિ. રૂ.૧.૭૧ કરોડનો જથ્થો પકડી નશાના કાળા કારોબારનો પર્દાફાશ કરતી પોલીસ
જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનીન્દર પ્રતાપસિંહ પવાર સાહેબની સુચના તથા પોલીસ અધિક્ષકશ્રી રવિ તેજા વાસમસેટ્ટી સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ જીલ્લામાં નશીલા પદાર્થોમાદક પદાર્થો (એન.ડી.પી.એસ.)ની બદી સદંતર નેસ્તનાબુદ કરવા તથા આવા ગે.કા.નશીલા પદાર્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખાસ સુચના આપેલ. જે અન્વયે એસ.ઓ.જી.જૂનાગઢના પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.ગોહિલ તથા પો.સબ ઇન્સ.જે.એમ.વાળા તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય.
જે અન્વયે જૂનાગઢ એસ.ઓ.જી ની ટીમ માંગરોળ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન એસ.ઓ.જી.ના પો.હેડ કોન્સ. એ.સી.વાંક ને ખાનગી રાહે હકિકત મળેલ કે, “માંગરોળ બંદર પાસે, સમુદ્ર કિનારે નવી બની રહેલ જે.ટી. પાસે અવાવરૂ જગ્યામાં શંકાસ્પદ પદાર્થ પડેલ છે.” જે ચોકકસ હકિકત આધારે એસ.ઓ.જી. ટીમ દ્વારા નવી બનેલ જે.ટી.ના દરીયા કિનારે અવાવરૂ જગ્યામાં એક સફેદ કલરનું પ્લાસ્ટીકનું બાચકુ જોવામાં આવેલ જે શંકાસ્પદ પદાર્થ બીનવારસુ હોય જેથી નાર્કોટીકસ પદાર્થની શક્યતાને આધારે એફ.એસ.એલ અધિકારીશ્રી આર.એચ.વાળાને જાણ કરેલ અને તેઓને સાથે રાખી પદાર્થની ચકાસણી કરતા પ્રાથમિક દ્રષ્ટિએ ચરસનો જથ્થો હોવાનું જણાયેલ જેથી કુલ ૭ પેકેટ કબ્જે કરેલ.
ત્યારબાદ દરિયામાંથી આ પ્રકારના નશીલા પદાર્થોમાદક પદાર્થોનાં પેકેટ મળી આવેલ હોવાની શક્યતાને આધારે સમગ્ર દરિયાઈ પટ્ટી ઉપર સર્ચ કરવું જરૂરી હોય, માંગરોળ ડિવિઝનના DySP શ્રી ડી.વી. કોડિયાતર સાહેબના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જીલ્લામાં આવેલ સમગ્ર દરીયાઇ પટ્ટી વિસ્તારમાં જૂનાગઢ એસ.ઓ.જી, માંગરોળ મરીન પોલીસ, ચોરવાડ પોલીસ તથા શીલ પોલીસ સ્ટેશનની અલગ-અલગ ટીમો બનાવી આંત્રોલી થી ચોરવાડ સુધીના દરીયાઇ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરેલ હતુ જે દરમ્યાન વધુ ૩૩ પેકેટો મળી આવેલ.
ત્યારબાદ નશીલા પદાર્થો/માદક પદાર્થોનાં પેકેટ મળી આવેલ હોવાથી સર્ચ ઓપરેશન સતત ચાલુ રાખવામાં આવેલ અને સર્ચ ઓપરેશન દરમ્યાન વધુ ૬૫ પેકેટ મળી આવેલ હતાં.
આમ જૂનાગઢ જીલ્લાના દરિયાઈ પટ્ટી વિસ્તારમાંથી આજદિન સુધીમાં ચરસના કુલ-૧૦૪ પેકેટો મળી આવેલ જેની કુલ કિ.રૂ. ૧,૭૧,૦૦,૦૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે અને આ નશીલા પદાર્થોમાદક પદાર્થોનાં પેકેટ ક્યાંથી આવ્યા અને કોણે ફેંક્યા વિ. દિશામાં તપાસ ચાલુ છે.
આ કામગીરીમાં માંગરોળ ડિવિઝન ના DySP ડી.વી. કોડિયાતર સાહેબ, એસ.ઓ.જી.ના પો.ઇન્સ. એ.એમ.ગોહિલ, માંગરોળ મરીન પો.સ્ટે.ના પો.ઈન્સ. એન.આઇ. રાઠોડ, માંગરોળ સી.પી.સાઈ. આર. બી.ગઢવી તથા એસ.ઓ.જી ના પો.સ.ઇ. જે.એમ.વાળા તથા શીલ પો સ્ટે. ના પો.સ.ઇ. આર.એસ. સોલંકી તથા ચોરવાડ પો.સ્ટે.ના પો.સ.ઇ. એસ.એન.ક્ષત્રીય તથા એસ.ઓ.જી.ના એ.એસ.આઇ પુંજાભાઇ ભારાઇ, સામતભાઇ બારીયા, એમ.વી.કુવાડીયા તથા પો.હેડ કોન્સ. મજીદખાન પઠાણ, અનિરૂધ્ધસિંહ વાંક, રવિકુમાર ખેર, ભરતસિંહ સિંધવ, બાબુભાઇ કોડીયાતર, જયેશભાઇ બકોત્રા તથા પો.કોન્સ, શૈલેન્દ્રસિંહ સિસોદીયા તથા કૃણાલ પરમાર,વીશાલભાઇ ડાંગર તથા માંગરોળ મરીન પો.સ્ટે.ના HC હરેશભાઇ ડોડીયા, દિપસિંહ ડોડીયા, આશીષ પરમાર, પો.કોન્સ. પ્રતાપસિંહ સિસોદીયા, રાજુભાઇ ગરચર, સંજયભાઇ ઓડેદરા, તથા શીલ પો.સ્ટે.ના હેડ કોન્સ. જૈતાભાઇ સિંધવ, દિપસિંહ સિસોદીયા, પો.કોન્સ. ખીમજીભાઇ સિસોદીયા, દર્શનભાઇ મકવાણા, સંજયભાઇ જોટવા, ગોવિંદ્ભાઇ ડાંગર, તથા ચોરવાડ પો.સ્ટે.ના હેડ કોન્સ. બાલુભાઇ સિંધવ, પો.કોન્સ.વિક્રમસિંહ સિસોદીયા, જીલુભા ભલગરીયા, વિપુલભાઇ ચોપડા વીગેરે સ્ટાફ આ કામગીરી માં જોડાયેલ હતો.
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.