વડનગર કોલેજ માં "આત્મહત્યા નિવારણ "અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો - At This Time

વડનગર કોલેજ માં “આત્મહત્યા નિવારણ “અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો


વડનગર કોલેજ માં આત્મહત્યા નિવારણ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

વડનગર નાગરિક સહકારી બેંક લી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા "વિશ્વ આત્મહત્યા નિવારણ દિન" નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો ગયો જેમાં કોલેજના વિદ્યાર્થીઓ હસનઅલી અને વિપુલ ઠાકોર દ્વારા આત્મહત્યા નિવારણ અંગે રસપ્રદ રીતે માહિતી આપી ને જાગૃતિ ફેલાવવા વક્તવ્ય આપ્યા હતા . આ કાર્યક્રમ માં મુખ્ય વક્તા તરીકે આચાર્ય શ્રી ડૉ. દિલખુશભાઈ પટેલ અને મનોવિજ્ઞાન વિભાગ અધ્યક્ષ ડૉ. હનીફ નાંદોલીયા પોતાના વક્તવ્યો ની રજૂ કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનોવિજ્ઞાન વિભાગ ના ડૉ રાજેશ પરમાર કર્યું હતું .અને આભાર વિધિ ડૉ. પ્રિયંકા સોની એ કરી હતી. આ કાર્યક્રમ ના અંત આચાર્ય શ્રી અધ્યાપકશ્રીઓ તથા ૨૦૦ જેટલા વિદ્યાર્થી ઓ પોતાના ગામ સમાજમાં આત્મહત્યા રોકવા માટે પ્રતિજ્ઞા લીધી હતી. અત્રે ઉલ્લેખનીય એ છે કે કોલેજ દ્વારા માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે કાઉન્સેલિગ સેન્ટર ચાલાવવા માં આવે છે. જેને પ્રજાજનો એ લાભ લેવા જોઈએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.