સાયલા તાલુકાના ગોસળ ગામે પ્રતિબંધિત પોસદોડવા વેચાણ કરનાર SOG ટીમ દ્વારા ઝડપાયો.
સાયલા તાલુકાના ગોસળ ગામની સીમ વાડીમાં એસઓજીએ દરોડા દરમિયાન પ્રતિબંધિત પોસદોડવા ના વેપલાનું કારસ્તાન ઝડપવા સાથે મળતિયા એવા એક ઇસમને દેશી તમંચા સાથે દબોચી લેવાયો હતો . સુરેન્દ્રનગર એસઓજીની ટીમના દરોડામાં વાડી પરથી પોસદોડા , વજન કાંટો , મોબાઇલ તેમજ ગેરકાયદે હથિયાર સાથે રૂ . ૧૪,૬૦૦ નો મુદ્દામાલ જપ્ત કરાતા બંધાણી આલમમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે . ગોસળ ગામે સુરેશ હકુભાઇ ખાચર દ્વારા પ્રતિબંધિત પોસદોડાનું ખાનગીમાં વેચાણ કરાતું હોવાની બાતમીને લઇ એસઓજી ટીમના પીઆઇ વી.વી. ત્રિવેદી તથા સ્ટાફ્ની ટીમ દ્વારા સુરેશ ખાચરની મજુરીકામ સાથે ડોડવાનું વેચાણ કરતો રાજુ દિનેશભાઇ કટોસણા ઓચિંતો છાપો મારવામાં આવતા વાડીમાં આબાદ ઝડપાઇ જવા પામ્યો હતો . પોલીસ દ્વારા વાડીના સ્થળેથી સવા ત્રણ કિલો પોશડોડવાના જથ્થા સાથે ઝડપાયેલ આરોપીની તલાસી લેતા તેની પાસેથી એક દેશી તમંચો પણ મળી આવતા તેની વિરુદ્ધ એનડીપી.એસ એકટ તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો . આરોપીની પ્રાથમિક પુછપરછમાં તે એકાદ માસથી પશુની દેખરેખ સાથે નશાના કારોબારમાં વાડી માલિક સુરેશ ખાચર સાથે જોડાયેલો હોવાની કબુલાત કરી હતી . સુરેશ ખાચર પોતે પણ દોડાનો બંધાણી હોવાથી બહારથી પોશ ડવાનો મંગાવી જથ્થો ગામના બંધાણીઓને ઊંચી કિંમતથી વેચાણ કરતો હતો તેમજ પકડાયેલ આરોપીને હથિયાર પણ વાડી માલીકે રાખવા આપ્યું હતું . એસઓજી પોલીસે હાલ તો નશા કારોબારના મુખ્ય સૂત્રધાર ગોસળ ગામના સુરેશ ખાચરને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.