સાયલા તાલુકાની શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/2gsqmvamzkbet59o/" left="-10"]

સાયલા તાલુકાની શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો


સરકાર દ્વારા દિકરીઓના શિક્ષણ માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે દિકરીઓ શિક્ષિત થાય તે માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. એવોજ એક પ્રયાસ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સમગ્ર રાજ્ય માં ઉજવાય છે.
ત્યારે સાયલા તાલુકાની શાળાઓમાં અધિકારીઓના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો. જેમાં સાયલા તાલુકા મામલતદાર પી.બી. કરગટીયા દ્વારા શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે સેજકપર, ગોપાલનગર, ગંગાનગરમાં ઉજવ્યો. જેમાં દરેક શાળામાં મામલતદાર સાહેબનુ વાજતે ગાજતે સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ પ્રવેશોત્સવ ના ક્રમાંનુસાર દિપપ્રાગટ્ય, દિકરીઓએ ગૌરવગાન, પહેલા ધોરણના બાળકોને પ્રવેશ અપાયો, બાદ આઝાદી કા અમૃત મહોત્સવ, કાર્યક્રમ રજૂ કર્યો. ત્યાર બાદ પ્રેમશંકરભાઈ મહેતા દ્વારા શાળા પ્રવેશોત્સવ વિષે પ્રવચન કર્યું, ભનુભાઈ ખવડ દ્વારા પણ કન્યા કેળવણી વિષે વિસ્તૃત માહિતી આપી તથા ભનુભાઈ લેખિત "ગેબીનાથ પરંપરા"નુ પુસ્તક મામલતદાર પી.બી. કરગટીયા સાહેબ ને આપી સન્માન કર્યું, બાદમાં મામલતદાર પી.બી. કરગટીયા દ્વારા બાળકોને સંબોધન કરતા પોતાના બાળપણમાં શાળામાં અભ્યાસ કેવી રીતે કર્યો તે જણાવ્યું હતું. આવનાર સમયમાં દિકરીઓ પણ ઉચ્ચ અભ્યાસ કરે અને આગળ વધવા જણાવ્યું હતું. આ કાર્યક્રમ માં લાઈઝન ઓફિસર નિતેશભાઈ વાઘેલા, તલાટી કમમંત્રી તીર્થંરાજસિંહ ડોડીયા, SMC ના સભ્યો, તથા ગામલોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર.
મૉ. 9998898958


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]