કોર્પોરેટરના ભાઇએ સરકારી જમીન પર ખડકેલું નીલુ રેસ્ટોરન્ટ ખાલી કર્યું, તંત્ર હવે ડિમોલિશન કરશે
રૈયા રોડ પર સરકારની 166 કરોડની જમીન પર થયેલા દબાણની હવે તપાસ શરૂ થશે
રાજકોટના રૈયા રોડ પર બાપા સીતારામ ચોકમાં સરવે નં.156 પૈકીની યુએલસી ફાજલની જમીનમાં કોર્પોરેટરના ભાઇ સહિતના અનેક બાહુબલી નેતાઓએ રૂ.166 કરોડની 23837 ચો.મી. જમીનમાં દબાણો ખડકી દીધાનો પર્દાફાશ કર્યા બાદ પશ્ચિમ મામલતદારે તલાટીને તપાસના આદેશ કર્યા છે ત્યારે બીજીબાજુ દબાણના સમાચાર પ્રસિદ્ધ થતા જ કોર્પોરેટરના ભાઇએ ભાડે આપેલી નિલુ ગાર્ડન રેસ્ટોરન્ટમાંથી પાટિયા ઉતરાવી લેવામાં આવ્યા છે તથા રેસ્ટોરન્ટમાંથી ફર્નિચર પણ ખાલી કરી દેવાયું છે અને હવે તંત્ર આ જગ્યા પર ડિમોલિશન કરે તેની રાહ જોવાઇ રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.