તહેવારો અંતર્ગત ફૂડ એન્ડ ડ્રગ વિભાગ સક્રિય બન્યું: 40 સેમ્પલો લેવામાં આવ્યા
હાલ નવરાત્રીનાં તહેવારો ચાલી રહ્યા છે અને હવે ટુંકમાં દિવાળીના તહેવારો પણ આવી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લા ફુડ એન્ડ ડ્રક વિભાગ, સક્રિય બન્યું છે અને જીલ્લામાં ઠેર ઠેર ખાણી-પીણીનાં ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ ડ્રાઈવ શરૂ કરી છે. અને જુદી જુદી ચીજવસ્તુઓના સેમ્પલો લેવાનું પણ શરૂ કયુર્ં છે.
આ અંગેની જીલ્લા ફુડ એન્ડ ડ્રગ વિભાગનાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ચાલુ માસ દરમ્યાન જીલ્લા ફુડ એન્ડ ડ્રગ વિભાગે રાજકોટ ગ્રામ્ય, ગોંડલ, જસદણ, ઉપલેટા, કોટડાસાંગાણી, જસદણ તાલુકામાં દરોડા પાડયા હતા. અને આ દરોડા દરમ્યાન ફુડ એન્ડ ડ્રગ વિભાગે દૂધ અને દૂધની બનાવટો, ઘી, માવો, બટર, ચિઝ, મિઠાઈ, મસાલા સહીતનાં જુદી જુદી ચીજ વસ્તુઓનાં 40 સેમ્પલો લેવામાં આવ્યા હતા. આ તમામ સેમ્પલોને લેબોરેટરી ટેસ્ટીંગ માટે ફુડ વિભાગ દ્વારા મોકલી દેવામાં આવ્યા છે.
વધુમાં જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગનાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત માસ દરમ્યાન પણ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ખાદ્યતેલ, આઈસ્ક્રીમ, મસાલા, રાજગરાનો લોટ અને અથાણા સહિતનાં 24 સેમ્પલો લેવામાં આવેલ હતા. અને આ સેમ્પલોને પણ લેબોરેટરી ટેસ્ટીંગ માટે મોકલી દેવામાં આવેલ છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.