તહેવારો ની સિઝનમાં અમદાવાદ રેલ મંડળે ચલાવ્યા વિવિધ ટિકિટ ચેકિંગ અભિયાન, પ્રાપ્ત કરી રેકોર્ડ આવક.
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર તમામ માન્ય યાત્રીઓની આરામદાયક યાત્રા અને વધુ સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે અને રેલ્વે વ્યવહારમાં અનધિકૃત યાત્રાને રોકવા માટે મેઈલ/એક્સપ્રેસની સાથે-સાથે પેસેન્જર ટ્રેનો અને હોલિડે સ્પેશિયલ ટ્રેનોમાં વગર ટિકિટ/અનિયમિત યાત્રીઓ પર અંકુશ મુકવા સતત તીવ્ર ટિકિટ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવે છે,
આ વર્ષે દિપાલવીની તહેવાર સિઝનમાં અમદાવાદ રેલ મંડળ દ્વારા ટિકિટ ચેકિંગના વિવિધ પ્રકારના અભિયાન ચલાવવામાં આવ્યા, આ તહેવારોમાં મોટા પાયે કરવામાં આવેલ ચેકિંગ દરમિયાન મહિના નવેમ્બર ૩૦૨૩ માં ૪૫૦૪૬ કેસ નોંધતાં ૩.૪૯ કરોડ રૂપિયાથી વધુની આવક પ્રાપ્ત કરી.
આ વર્ષે મંડળ દ્વારા એપ્રિલ ૩૦૨૩ થી નવેમ્બર ૨૦૨૩ સુધી વગર ટિકિટ, અનિયમિત ટિકિટ, વગર બુકિંગ સામાનના કુલ ૨.૬૩ લાખ કેસ અને ૧૯.૦૩ કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત કરી,૧૦ નવેમ્બર ૨૦૨૩ ના રોજ અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ ૨૫.૪૨ લાખ રૂપિયાની આવક પ્રાપ્ત કરી જે ટિકિટ ચેકિંગ વિભાગે એક નવું કીર્તિમાન સ્થાપિત કર્યું છે,
રેલ્વે મારફતે તમામ યાત્રા કરી રહેલા યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે યોગ્ય રેલ્વે ટિકિટ પર જ યાત્રા કરો, આનાથી આપ રેલ્વે પ્રગતિમાં ફાળો આપીને, સન્માન સાથે યાત્રા પણ કરી શકશો.
Report by :- Keyur Thakkar
Ahmedabad
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.