રાજકોટ મધ્યસ્થ જેલમાં બહેન રાખડી બાંધવા આવે તે પહેલા ભાઇનું મોત નીપજ્યું - At This Time

રાજકોટ મધ્યસ્થ જેલમાં બહેન રાખડી બાંધવા આવે તે પહેલા ભાઇનું મોત નીપજ્યું


રાજકોટ જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવેલા જસદણના કડુકા ગામના જયંતિ ભીખાભાઇ સાગઠીયા (ઉ.વ.38)ને રાતે માથામાં ઇજા થયેલી હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. અહિ તબિબની પુછતાછમાં તેને જેલની યાર્ડ નં. 3ની બેરેકમાં હતો ત્‍યારે બીજા કાચા કામના કેદી કોટાડ સાંગાણીના શિશપાલ નારણભાઇ આહિર સાથે મજાક મસ્‍તી કરતી વખતે પડી જતાં માથામાં ઇજા થયાનું કહેતાં તબિબે પોલીસને જાણ કરતાં પ્રધ્યુમનનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

બેરેકના સીસીટીવી ચેક કરવામાં આવતાં બંને મજાક મશ્‍કરી કરતાં દેખાયા હતાં. મૃત્‍યુ પામનાર કેદી બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો અને હત્‍યાના ગુનાનો કેદી હતો અને જેનાથી ધક્કો લાગ્‍યો એ કેદી પણ હત્‍યાના ગુનાનો છે. બંનેને માનસિક બિમારીની દવા ચાલુ હોઇ અલગ જ બેરેકમાં રાખવામાં આવ્‍યા હતાં. હાલ ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ બાદ બનાવની આગળની તપાસ એસીપી પી. કે. દિયોરા દ્વારા કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.