4 ઓઇલ મીલમાંથી તેલના સેમ્પલ લેવાયા, રક્ષાબંધનના દિવસે જ પેટીસ-ફરસાણ-મીઠાઈના 8 ધંધાર્થીને નોટિસ ફટકારાઇ - At This Time

4 ઓઇલ મીલમાંથી તેલના સેમ્પલ લેવાયા, રક્ષાબંધનના દિવસે જ પેટીસ-ફરસાણ-મીઠાઈના 8 ધંધાર્થીને નોટિસ ફટકારાઇ


શ્રાવણ માસમાં ફૂડ વિભાગની ટીમ સતત ફિલ્ડમાં દોડાદોડી કરી રહી છે ત્યારે ઓઇલ મીલોમાંથી પણ તેલના નમુના લેવાનું ચાલુ રાખ્યું છે. ગઇકાલે વધુ ત્રણ મીલમાંથી તેલના ચાર નમુના અને દુકાનોમાંથી ફરાળી વસ્તુના સેમ્પલ લેવાયા હતા. ભાવનગર રોડ પર આવેલ રાજમોતી ઓઇલ ઇન્ડ.માં 15 કિલોના ડબ્બામાંથી સીંગતેલ અને કપાસીયા તેલ, ટાગોર રોડ પર આવેલ મહેન્દ્ર ઓઇલ મીલમાં 15 કિલોના ડબ્બામાંથી કિસાન બ્રાન્ડ ડબલ ફિલ્ટર સીંગતેલ, કોઠારીયા રોડના ઉમિયાજી ઓઇલ મીલમાંથી રોયલ રીફાઇન કપાસીયા તેલનો નમુનો લેવાયો હતો.

ઉપરાંત રૈયા રોડ પર સદગુરૂ તીર્થધામ સામે આવેલ ભગવતી સ્વીટમાંથી ફરાળી કટક બટક રાજગરા ભાખરી અને પુષ્કરધામ મેઇન રોડ પર શ્રીરામ લીલી ચટણીનો નમુનો લઇ તમામ સેમ્પલ લેબોરેટરી પરીક્ષણમાં મોકલવામાં આવ્યા છે. ફૂડ વિભાગની ટીમ દ્વારા પવિત્ર શ્રાવણ માસ તથા રક્ષાબંધનના તહેવારોને અનુલક્ષીને 80 ફૂટ રોડ, ભક્તિનગર સર્કલ, કોઠારીયા મેઇન રોડ, વાણિયાવાડી મેઇન રોડ, સહકાર મેઇન રોડ, ગાયત્રી નગર વિસ્તારમાં 27 પેઢીમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 8 પેઢીને લાયસન્સ માટે નોટીસ અપાઇ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon