ચોરીની ફરિયાદ કરી તેની અદાવત રાખી ફરિયાદીના વેવાઈ પર હુમલો - At This Time

ચોરીની ફરિયાદ કરી તેની અદાવત રાખી ફરિયાદીના વેવાઈ પર હુમલો


અમદાવાદ,તા.13 ઓગષ્ટ 2022,શનિવારગોમતીપુરમાં ચોરીની ફરિયાદ કરી તેની અદાવત રાખી ફરિયાદીના વેવાઈ પર આરોપીએ હુમલો કર્યો હતો. ગોમતીપુર પોલીસે શુક્રવારે સાંજે છોટાલાલની ચાલી ગેટ નંબર 4 પાસે બનેલા બનાવ અંગે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.મોહંમદ શરીફ હુસેનભાઈ મન્સુરીએ આરોપી ફેસલ સબાબ અન્સારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ ફરિયાદી તેમના મિત્રો સાથે શુક્રવારે સાંજે છોટાલાલની ચાલી ગેટ નંબર 4 પાસે ઉભા હતા. તે સમયે આરોપી ફેસલ સબાબ સ્થળ પર લાકડાનો દંડો લઈને આવ્યો હતો. આરોપીએ દંડાથી હુમલો કરી ફરિયાદીને ગંભીર ઇજા કરી હતી. ઇજાગ્રસ્તને સારવાર હેઠળ હોસ્પિટલ લઈ જવાયા હતા. મો.શરીફે પોલીસને જણાવ્યું હતું કે, ફરિયાદીના વેવાઈ ઇમરાનભાઈનું છોટાલાલની ચાલીમાં ગારમેન્ટનું કારખાનું આવેલું છે. આ કારખાનામાં આરોપી ફેસલ સિલાઈ કસમ કરતો હતો. આરોપીએ 12 દિવસ અગાઉ શર્ટની ચોરી કરી હતી. જે બાબતે સમાધાન કરવા માંગતો હતો. જોકે ફરિયાદીના વેવાઈએ આરોપી વિરૂધ્ધ ચોરીની ફરિયાદ કરી હતી. તે સમયે ફેસલે જોઈ લેવાની ધમકી આપી હતી. આમ ચોરીની ફરિયાદની અદાવત રાખી ફરિયાદીના વેવાઈ પર હુમલો કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.