ધંધુકા લીંબડી માર્ગ પર ચચાણાથી વનાળા તરફ જતાં બાઇક સવારને સૂતેલા ઢોરે ભોગ લીધો, - At This Time

ધંધુકા લીંબડી માર્ગ પર ચચાણાથી વનાળા તરફ જતાં બાઇક સવારને સૂતેલા ઢોરે ભોગ લીધો,


ધંધુકા લીંબડી માર્ગ પર ચચાણાથી વનાળા જવાના રસ્તે સૂતેલા ઢોર સાથે બાઇક અથડાતાં બાઇક સવારનું ઘટનાસ્થળે મોત નીપજયું જ્યારે અન્ય એક યુવક ઇજાગ્રસ્ત થયો.

અમદાવાદ જીલ્લા ના ધંધુકા લીંબડી માર્ગ પર ચચાણાથી વનાળા તરફ જતાં બાઇક સવારને સૂતેલા ઢોરે ભોગ લીધો, અન્ય એક યુવક ઇજાગ્રસ્ત થયો છે. ધંધુકા તેમજ ધંધુકા લીંબડી માર્ગ પર રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહ્યો છે. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના મિરાવાડી વિસ્તારમાં રહેતા જય તરુણભાઈ તથા તેમના બીજા એક ભાઈ બોબી ગત રોજ સુરેન્દ્રનગર ખાતે દવા લઈને પરત ફરી રહ્યા હતા તે સમયે ધંધુકા લીંબડી માર્ગ પર ચચાણાથી વનાળા તરફ આવતા રોડ વચ્ચે સૂતેલા ઢોર સાથે મોટર સાઇકલ ચાલક અથડાતાં ચાલકને માથાના ભાગે તથા મોઢાના ભાગે ગંભીર મૂઢ ઇજાઓ થવાથી મોત નીપજયું હતું . આજુબાજુ ગામના લોકો દ્વારા યુવક તેમજ તેના ભાઈને 108 મારફતે ધંધુકા રેફરલ્ હોસ્પિટલ ખાતે લવાયા હતા અને મૃતક જયનું પીએમ કરવામાં આવ્યું હતું. જ્યારે અન્ય યુવક સારવાર હેઠળ છે. પરિવારમાં એકનો એક દીકરો હોવાથી સમગ્ર પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે રોડ વચ્ચે રખડતા ઢોરના લીધે યુવકનો ભોગ લીધો હતો

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image