તલોદ બસ સ્ટેન્ડ નજીકના ગેરકાયદેસર દબાણો દૂર કરાયાં
તલોદ-મજરા રોડ ઉપર બસ સ્ટેન્ડ નજીક આવેલ ડો.બાબા સાહેબ આંબેડકર પ્રતિમા નજીક ગેરકાયદેસર દબાણો ખડકાઈ જતાં દલિત સમાજની લાગણી દુભાઈ હતી. આ ગેરકાયદેસરના દબાણો દુર કરવામાં આવે તેવી માંગ દલિત સમાજના આગેવાનો દ્વારા લેખિતમાં મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી. જે અંગેનો અહેવાલ ગત ૨૯ માર્ચના રોજ સંદેશ દૈનિકમાં પ્રસિદ્ધ થતાં તંત્ર સફાળુ જાગ્યું હતું. ત્યારે ગતરોજ આ સમસ્યાની સંદેશ અખબારના અહેવાલની નોંધ લઈ ન.પા. તંત્ર દ્વારા ડો.બાબા આંબેડકરની પ્રતિમા આસપાસ ઉભા થયેલ લારી, ગલ્લા, કેબિનના બિન અધિકૃત ગેરકાયદેસરના દબાણો તંત્રે ખસેડી દબાણો દુર કરવામાં આવ્યા હોવાનું તલોદ નગરપાલિકાના વહીવટદાર ડી.એલ રાઠોડે જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.