કોઠારીયા ચોકડીએ નાસ્તો કરતા પ્રવિણને પારૂલે કહ્યું’તું, આગળ આવો, પાછળ ટ્રક લઈ જતી વખતે ઉશ્કેરાટ ચડતા પત્ની, તેના પ્રેમી અને પુત્રને ચગદી નાખ્યા - At This Time

કોઠારીયા ચોકડીએ નાસ્તો કરતા પ્રવિણને પારૂલે કહ્યું’તું, આગળ આવો, પાછળ ટ્રક લઈ જતી વખતે ઉશ્કેરાટ ચડતા પત્ની, તેના પ્રેમી અને પુત્રને ચગદી નાખ્યા


રાજકોટમાં ટ્રિપલ મર્ડરની ઘટનાથી ચકચાર મચી ગઇ હતી. પત્ની તેના પ્રેમી ભેગી રહેવા ચાલી જતા અને પરત સાથે રહેવા આવવાની ના પાડી દેતા લતી ઉશ્કેરાયો હતો અને પત્ની, તેની પ્રેમી અને તેનો ખુદનો પુત્ર એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે માથે ટ્રક ફેરવી ત્રણેયને મોતને ઘાટ ઉતર્યા હતા. આજીડેમ પોલીસે આરોપી પ્રવિણ લાલજી દાફડા (રહે. રૈયા ધાર, ઈન્દીરાનગર)ને સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે.
બનાવમાં પ્રવિણના પુત્ર પ્રદીપ (ઉ.વ.11)નું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે તેની પત્ની પારુલ (ઉ.વ.32), અને પારુલના પ્રેમી નવનીતનું સારવાર દરમ્યાન સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. આ તરફ પકડાયેલ પ્રવીણે કબૂલાત આપી કે, પત્નીએ પોલીસમાં નિવેદન આપ્યું કે પ્રેમી સાથે રહેવા માંગે છે. જેથી તે ખૂબ ઉશ્કેરાટમાં હતો.
દરમિયાન તે કોઠારીયા ચોકડીએ નાસ્તો કરતો હતો ત્યારે એક્ટિવા પર પારુલ, નવનીત અને પ્રદીપ ત્યાંથી નીકળ્યા હતા. પારૂલે આગળ આવો વાત કરવી છે તેમ કહીં બોલાવતા પ્રવિણ ટ્રક લઈ પાછળ ગયેલો. તે જતો હતો ત્યારે પારુલ હવે તેના હાથમાંથી નીકળી ગઈ છે. પરત તેની સાથે નહીં આવે તેવું લાગતા ઉશ્કેરાટમાં ટ્રક એક્ટિવા પર ચડાવી ત્રણને ચગદી નાખ્યા હતા.
ફરિયાદી હિતેશ રામજી વરૂ (રહે. ભુમેશ્ર્વરી સોસાયટી શેરી નં.1 અંકિતભાઈ દોંગાના મકાનમાં ભાડેથી, રણુજા મંદિર સામે કોઠારીયા રોડ)એ ફરિયાદમાં જણાવ્યું કે, હું ગેરેજ ચલાવી મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. હું બે ભાઈ તથા બે બહેનમાં મોટો છું. મારાથી નાનો ભાઈ નવનીત હતો. નવનીતના લગ્ન સાતેક વર્ષ પહેલાં ક્રિષ્ના ચાવડા સાથે થયેલ હતા. તેના જીવન સંસારથી એક દીકરો માનવ છે. પાંચેક વર્ષ પહેલાં નવનીતને તેની પત્ની સાથે મનમેળ ન રહેત છૂટાછેડા થયા હતા.
જે પછી ક્રિષ્નાએ બીજા લગ્ન કરી લીધેલ. મારો ભત્રીજો માનવ ક્રિષ્ના સાથે રહે છે. નવનીત અમારાથી અલગ સુખરામ નગર શેરી નં.8માં એકલો રહેતો હતો. દરમિયાન મને જાણવા મળેલ કે, મારો ભાઈ નવનીતને રૈયાધાર ઇન્દિરાનગરમાં રહેતી પારુલ પ્રવીણ દાફડા વાળી સાથે પ્રેમ સંબંધ હતો. જેથી પારૂલ તેના દીકરા પ્રદીપ (ઉ.વ 11) સાથે મારા ભાઈ સાથે રહેતી હતી. પારુલને તેના પતિ સાથે ઝઘડો થયેલ
હિતેશ વરૂએ વધુમાં જણાવ્યું કે, ગત રોજ બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યાના સુમારે હું મારા ઘરે હતો ત્યારે મારા ફોનમાં કોઈનો ફોન આવતા મેં ફોન ઉપાડેલ તો મને કહેવામાં આવેલ કે, અમે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતેથી બોલીએ છીએ તમારા ભાઈ તથા એક બહેનનું અકસ્માત થયેલ છે. તેમને સારવારમાં હોસ્પિટલ ખાતે દાખલ કરેલ છે. તમે આવો.
આમ વાત કરતા મારો ભાણેજ ઉપેન મુકેશ માળવી અમે બંને હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં જઈ જોતા નવનીતની સારવાર ચાલુ હતી. તેને માથામાં લાગેલ હતું. નવનીતને પૂંછતા મને વાત કહેલ કે, હું તથા મારી સાથે રહેતી પારુલ તથા તેમનો દીકરો પ્રદીપ એમ અમે ત્રણેય મારું એકટીવા જીજે 03 બી.કે. 5560 લઈને ઘરેથી આજીડેમ ચોકડી તરફ જતા હતા ત્યારે કોઠારીયા ચોકડીથી આજીડેમ ચોકડી તરફ જતા હાઇવે રોડ પર રામવનની સામે પહોંચતા આ પારુલનો પતિ પ્રવીણ પોતાના હસ્તકનો ટ્રક નં. જીજે 03 બી.ડબ્લ્યુ 9075 લઈને જતો હતો જેથી અમે સાઈડમાં ઊભા રહી જતા આ પ્રવીણએ પોતાના હસ્તકનો ટ્રક એકદમ મારા એકટીવા ઉપર ચડાવી દીધેલ.
આશરે 10 થી 15 ફુટ સુધી અમને ટ્રકના ટાયર સાથે ઘસડેલ હતા. અને બાદમાં અમને જે તે હાલતમાં મૂકીને તેનો ટ્રક મૂકીને ભાગી ગયેલ. જે પછી મેં તપાસ કરતાં ઇમરજન્સી રૂમમાં પારુલને જોતા તેને બંને હાથે પગે તથા માથામાં ગંભીર ઇજા થયેલ હતી. હું મારા ભાઈ પાસે ગયેલ અને ત્યાં હતો ત્યારે મને જાણવા મળેલ કે આ પારૂલના દીકરા પ્રદીપને માથાના ભાગે વધુ લાગેલ હોય જેથી સ્થળ પર જ તેનું મોત થયું હતું. તેની લાશ પીએમ રૂમમાં ખાતે લાવેલ હોય જેથી હું ત્યાં ગયેલ તો આ પ્રદીપનું માથું છુંદાઈ ગયેલ જોવા મળેલ. આ દરમિયાન નવનીત અબે પારુલને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.
આજીડેમ પીઆઈ એલ.એલ. ચાવડા અને તેની ટીમે તુરંત તપાસ હાથ ધરી હતી. મૃતદેહો પીએમ અર્થે ખસેડી તપાસ કરતા આરોપી પ્રવીણને સકંજામાં લેવામાં આવ્યો હતો, આ તરફ મૃતક નવનીતના ભાઈ હિતેશની ફરિયાદ પરથી આઇપીસી કલમ 302 મુજબ પ્રવિણ સામે ગુનો દાખલ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, આ બનાવ પ્રથમ દ્રષ્ટિએ અકસ્માત હોવાનું જણાતું હતું પણ નવનીતે પોતાના જીવનની અંતિમ ક્ષણોમાં તેના મોટા ભાઈ હિતેશને કહ્યું હતું કે, તે, પારુલ અને પારુલનો પુત્ર પ્રદીપ એક્ટિવામાં જતા હતા ત્યારે પાછળથી ટ્રક લઈ આવતા પ્રવિણે ટ્રક અમારી ઉપર ચડાવી દીધો હતો. જેથી સમગ્ર બનાવ અકસ્માત નહીં પણ હત્યા હોવાનું ખુલ્યું હતું.
વર્ષથી પ્રેમ સંબંધ હતો. જેની જાણ થતાં પ્રવિણ તેની પત્નીને સમજાવી હતી. જોકે તે માની નહોતી. આ બાબતે વિવાદ થતા પારુલ તેના નાના પુત્ર પ્રદીપ(ઉ.વ.11)ને સાથે લઈ પ્રેમી સાથે રહેવા જતી રહી હતી. તે 1 મહિનાથી સાથે રહેતા હતા. જ્યારે મોટો પુત્ર બંટી (ઉ.વ.14) પ્રવિણ સાથે જ રહેતો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.