રાજકોટ મહાનગરપાલિકા શ્રી સીતાજી ટાઉનશીપના આવાસ સીલ કરવામાં આવ્યા. - At This Time

રાજકોટ મહાનગરપાલિકા શ્રી સીતાજી ટાઉનશીપના આવાસ સીલ કરવામાં આવ્યા.


રાજકોટ શહેર તા.૯/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ યોજના અંતર્ગત અલગ-અલગ સ્થળો પર આવાસો બનાવવામાં આવેલ છે. જે પૈકી શ્રી સીતાજી ટાઉનશીપ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલ આવાસ યોજનામાં રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજના વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવેલ. જે અન્વયે મૂળ લાભાર્થીના સ્થાને ભાડુઆત રહેતા હોવાનું માલુમ પડેલ હોય તેવા નીચે મુજબના આવાસો તા.૮/૧/૨૦૨૫ અને તા.૯/૧/૨૦૨૫ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા આવાસ યોજના વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ છે. આવાસ યોજનાનું નામ સીલ કરેલ આવાસોની સંખ્યા. શ્રી સીતાજી ટાઉનશીપ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવનારા દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકા આવાસ યોજના દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવશે જેમાં જે લાભાર્થીને આવાસ ફાળવેલ હોઈ તેના સ્થાને ભાડુઆત કે અન્ય લાભાર્થી રહેતા માલુમ પડશે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.