બોટાદ PBSCની સરાહનીય કામગીરી : બોટાદના દંપતીની પારિવારિક સમસ્યાનું સુખદ સમાધાન આવ્યું
બોટાદમાં પતિ-પત્ની અને ૪ સંતાનોનો પરિવારનું પી.બી.એસ.સીએ મિલન કરાવ્યાનો બનાવ: પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી તેને ઘર બહાર કાઢી મુકી હતી
પિયર અને સાસરી પક્ષ એમ બંને પરિવારના સભ્યોની સાથે જૂથ મીટીંગનું આયોજન કર્યા બાદ રાજીખુશીથી સમાધાન
ગુજરાત સરકાર મહિલાઓની સુરક્ષા અને સલામતી પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે, તેનું જ્વલંત ઉદાહરણ બોટાદ જિલ્લા ખાતે કાર્યરત પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરએ પૂરું પાડ્યું છે, આ સેન્ટર બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારીશ્રી આઈ. આઈ. મન્સૂરી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી હેતલબેન દવેની દેખરેખ અને માર્ગદર્શન અનુસાર મહિલા તેમજ બાળકો અને મહિલાઓના કલ્યાણાર્થે કાર્ય કરવા તત્પર છે.
તાજેતરમાં જ બોટાદમાં પતિ-પત્ની અને ૪ સંતાનોનો પરિવારનું પી.બી.એસ.સીએ મિલન કરાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી તેને ઘર બહાર કાઢી મુકી હતી. આ દંપતીના ચાર સંતાનૌ પૈકી એકની ઉંમર તો માત્ર 1 વર્ષની જ છે. આ બાળક સ્તનપાન કરતું હોવાથી માતા અને બાળક બંનેને શારીરિક સમસ્યા શરૂં થઈ ગઈ હતી. જેથી મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કરતા કાઉન્સેલર ખુશ્બુબેન પટેલ, કોન્સ્ટેબલ જયશ્રીબેન તેમજ પાયલોટ હરેશભાઈ જમોડ સહિતના કર્મયોગીઓ તાત્કાલિક ફરિયાદીના પતિના ઘરે પહોંચ્યા હતા. ત્યાં સમજાવટ બાદ પતિ ફરિયાદી મહિલાને તેમનું બાળક સોંપવા તૈયાર થયો હતો
આ કેસમાં લાંબાગાળાના કાઉન્સેલીંગની જરૂર જણાતા અરજદારને બોટાદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર પર રીફર કરવામાં આવ્યા હતા જેમાં સમગ્ર વિગતો મેળવ્યા બાદ કાઉન્સેલર રીનાબેન વ્યાસ અને રિંકલબેન મકવાણાને જાણવા મળ્યું હતું કે અરજદારનો પતિ તેની સાથે રહેવા કોઈપણ સંજોગોમાં તૈયાર નથી અને ૪ બાળકોને પણ પોતાની સાથે રાખવા માંગે છે
જેથી પતિના પરિવારના સભ્યોને સાથે રાખીને ઝીણવટપૂર્વક સમસ્યા અંગે ચર્ચા કર્યા બાદ મહિલા પોલીસ સ્ટેશનના પી. આઈ.શ્રી આઈ. બી. જાડેજાને સમગ્ર કાઉન્સેલીંગની પ્રક્રિયામાં સાથે રાખી તથા ચાર નાના બાળકોના ભવિષ્યના મુદ્દાને ધ્યાને બંને પક્ષોને કાયદાકીય સલાહ સૂચન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં પિયર અને સાસરી પક્ષ એમ બંને પરિવારના સભ્યોની સાથે જૂથ મીટીંગનું આયોજન કર્યા બાદ બન્ને પક્ષોનું રાજીખુશીથી સમાધાન થયું છે.
કાઉન્સેલર દ્વારા સતત ટેલીફોનીક તથા રૂબરૂ ફોલો-અપનું એ પરિણામ મળ્યું કે અત્યારે આ દંપતીનું દામ્પત્ય જીવન સુખી અને અડચણ વગર ચાલી રહ્યું છે. પારિવારિક સમસ્યાનું સુખદ સમાધાન આવતા બંને પક્ષોએ બોટાદ પોલીસ, મહિલા સહાયતા કેન્દ્ર તેમજ 181 અભયમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.