જિલ્લા કલેક્ટરશ્રી ડો હર્ષિત ગોસાવીના અધ્યક્ષ પદે જિલ્લા સંકલન-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ.
પ્રજાકીય પ્રશ્નોનાં સમયસર, ઝડપી અને સુચારુ ઉકેલ લાવવા જિલ્લા કલેક્ટરનો અનુરોધ
લોકપ્રશ્નોનું અગ્રીમતાના ધોરણે નિરાકરણ લાવવા કલેક્ટરની તાકીદ
દાહોદ:- જિલ્લા કલેક્ટર ડો હર્ષિત ગોસાવીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક જિલ્લા સેવા સદન દાહોદ ખાતે યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રજાકીય પ્રશ્નોનાં સમયસર, ઝડપી અને સુચારુ ઉકેલ લાવવા અનુરોધ કર્યો હતો.
બેઠકમાં બાકી સરકારી લેણાની વસુલાત, પેન્શનના કેસોનો નિકાલ, આર.ટી.આઇ., ગ્રાહક સુરક્ષામાં આવેલ અરજીઓનો નિકાલ કરવાની સાથોસાથ ગ્રામ્ય અને તાલુકાકક્ષાએ આવેલ સ્વાગત કાર્યક્રમની અરજીઓનો સ્થળ પર જ નિરાકરણ લાવવા તેમજ આવી અરજીઓનો સ્થાનિક કક્ષાએ નિકાલ થઇ શકે તેમ ન હોય તો જ તેવી અરજીઓને જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં લાવવા સુચનો કર્યા હતાં.
રાજ્યભરમાં આગામી બે મહિના સુધી 'સ્વચ્છતા હી સેવા' અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ છે જેના ભાગરૂપે દાહોદ જિલ્લામાં શહેરી-ગ્રામીણ વિસ્તારોમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન ચાલી રહ્યું છે તેમાં વધુમાં વધુ લોકોને સહભાગી બનાવી દાહોદ જિલ્લાને કચરા મુક્ત બનાવવાં કલેક્ટરશ્રી ડો હર્ષિત ગોસાવી એ અપીલ કરી હતી.
બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર દ્વારા રજુ કરાયેલા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેક્ટરએ.બી.પાંડોર દ્વારા કરવામાં આવ્યું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ.પટેલ, નાયબ વનસંરક્ષક(આઇએફએસ) આર. એમ.પરમાર, નાયબ પોલીસ અધિક્ષક બીશાખા જૈન, પ્રાંત અધિકારીઓ, તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફીસરો સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.