માળીયા હાટીના ડબલ મર્ડર કેસના આરોપીને ડ્રગ્સના ગુન્હામાં ઓસ્ટ્રેલિયા કોર્ટે ફટકારી સજા - At This Time

માળીયા હાટીના ડબલ મર્ડર કેસના આરોપીને ડ્રગ્સના ગુન્હામાં ઓસ્ટ્રેલિયા કોર્ટે ફટકારી સજા


દંપત્તિ એ 2015 માં માળીયા હાટીનામાં રહેતા ગોપાલ સેજાણી ઉ.12 ને દતક લીધો હતો.

8 ફેબ્રુઆરીના 2017 ગોપાલ અને તેના બનેવી હરસુખ પર જીવલેણ હુમલો કર્યો હતો હત્યા.

આ દંપતીએ 1.20 કરોડનો બાળકનો વીમો પકવવા આ હત્યા કરી હતી..

લંડનમાં રહેતા અને ભારતીય મૂળના પરિણીત યુગલને કોકેઇન સ્મગ્લિંગ, મની લોન્ડ્રિંગ કેસમાં ઓસ્ટ્રેલિયાની સાઉથવાર્ક ક્રાઉન કોર્ટે 33 વર્ષની સજા ફટકારી છે. મૂળ કેશોદના કવલજીત સિંહ રાયજાદા અને પંજાબની તેની પત્ની આરતી ધીર સામે ડ્રગ્સ ની નિકાસ મની લોન્ડ્રીંગ મામલે 2021માં દાખલ કરવામાં આવ્યા હતા.

આ દંપતીએ યુકેની ફલાઇટ મારફત છ બોક્સ યુકે થી ઓસ્ટ્રેલિયા પહોંચાડ્યા હતા. ઓસ્ટ્રેલિયા બોર્ડર ફોર્સ દ્વારા આ 6 બોક્સમાંથી 514 કિલો કોકેન જપ્ત કરવામાં આવ્યું હતું. જેની ભારતીય કિંમત 600 કરોડ આંકવામાં આવી હતી.અને ઓસ્ટ્રેલિયામાં તેની કિંમત એક કિલો કોકિંગની 110,000 પાઉન્ડ છે.

કવલજીતસિંહ રાયજાદા અને આરતી ધીર લંડન વાઈફલાઈ ફ્રાઇટ સર્વિસ નામની કંપની ચલાવતા હતા.પરંતુ આ ધંધાની આડમાં દંપતી ડ્રગ્સ હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યું હતું. 2021 માં ઓસ્ટ્રેલિયા ફોર્સ દ્વારા આ દંપતિ પર ડ્રગ્સ મામલે કેસ નોંધવામાં આવ્યો હતું.600 કરોડના કોકેઈનની દાણચોરી અને મની લોન્ડરિંગના કેસમાં દંપતિ દોષી સાબિત થયા છે.ત્યારે ગુનો સાબિત થતાં આ દંપતિ પર ઓસ્ટ્રેલિયા કોર્ટે 33 વર્ષની સજા ફટકારી છે.

ત્યારે 6 વર્ષ પહેલા NRI દંપતિ પર જુનાગઢ કેશોદમાં 12 બાળક અને તેના બનેવીની હત્યા કરવાનો ગુન્હો નોંધાયો હતો. ત્યારે કહેવાય છે કે પાપ ગમે ત્યાં પોકારે અને આજે 6 વર્ષ બાદ કેશોદમાં હત્યાના ગુનામાં ફરારબને વિદેશ રહેતા આ દંપતિને ઓસ્ટ્રેલિયાની કોર્ટે 33 વર્ષની સજા ફટકારી છે.

શું હતો સમગ્ર મામલો

ઘણા વર્ષોથી લંડનમાં રહેતા મૂળ જુનાગઢ જિલ્લાના કેશોદના કેવલજીત રાયજાદા અને તેની પત્ની આરતી ધીરે લંડન માં બેઠા બેઠા એક બાળકની અપરણ કરી હત્યા કરાવી હતી. હત્યા પાછળનું કારણ 1.2 કરોડ રૂપિયાનો વીમો હતું.

આ NRI દંપતી પર 12 વર્ષના છોકરાની હત્યા કરવા બદલ કેશોદમાં કેસ નોંધવામાં આવ્યો હતો, લંડનમાં રહેતા કેવલજીત અને તેની પત્ની આરતી ધીરે માળીયા હાટીનામાં રહેતા ગોપાલ સેજાણી નામના બાળકને 2015માં દત્તક લીધો હતો. અને તેની હત્યા કરીને 1.50 કરોડનો વીમો પકવવા બે શખ્સોની મદદ લીધી હતી.ગોપાલ નામના 12 વર્ષના બાળકને લંડન મોકલવા તેના પાસપોર્ટની કામગીરી પૂર્ણ કરીને ગોપાલ અને તેના બનેવી હરસુખ ભાઇ માળીયા હાટીના પરત ફરી રહ્યા હતાં ત્યારે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ કેશોદ નજીક તેની કારને રોકી હતી. અને બાળક ગોપાલનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે હરસુખભાઇ અને અપહરણ કારો વચ્ચે ઝપાઝપી થઇ હતી. હરસુખભાઈ અને ગોપાલ પર છરીના ઉપરા છાપરી છરી ના ઘા માર્યા હતા.જેમાં 12 વર્ષના ગોપાલ અને તેના બનેવી હસમુખભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેને લઇ બાળકના બનેવી હરસુખ કરડાણીએ બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ જાનથી મારી નાખવાની કોશિશ અને અપહરણનો ગુનો કેશોદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવ્યો હતો. ત્યારબાદ ત્રણ દિવસની સારવાર લીધા બાદ 11 ફેબ્રુઆરી 2017 ના આ બંને શાળા બનેવીના મોત નીપજયા હતા. જેને લઇ કેશોદ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો.અને તપાસ જુનાગઢ એલસીબી ને સોંપવામાં આવી હતી

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હત્યા મામેલે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસે હત્યામાં સંડોવાયેલા નીતિશ મુંડ નામના વ્યક્તિ ધરપકડ કરી હતી.જેમાં 12 વર્ષના બાળક ગોપાલ અને તેના બનેવી હરશુખ કરડાણીની હત્યામાં NRI દંપતીની ભૂમિકાનો હોવાનો ખુલાસો થયો હતો. મૂળ કેશોદના કેવલજીત રાયજાદા અને પંજાબની આરતી ધીરની સંડોવણી ખુલ્લી હતી..

આ દંપતીએ 2015 માં માળિયા હાટીના ના ગોપાલ સેજાણીને દત્તક લીધો હતો, અને આ NRI દંપતિ એ ગોપાલનો રૂ 1.20 કરોડની વીમો લીધો હતો.આ વિમાની રકમ પોતે લઈ શકે તે માટે લંડન રહેતા દંપતીએ બાળકની હત્યાનો પ્લાન બનાવ્યો હતો.

આરતી અને કવલજીતસિંહે એક નીતીશ મુંડ સાથે મળીને ગોપાલ ને દત્તક લેવાનું કાવતરું ઘડ્યું હતું, તેને વીમો અપાવ્યો હતો અને પછી તેની હત્યા કરી હતી જેથી તેઓ વીમાના પૈસા મેળવી શકે. નીતીશ, જેઓ તેમના વિઝાની મુદત પૂરી થયા પછી અહીં શિફ્ટ થતા પહેલા લંડનમાં રહેતા હતા, તેમણે 2015 થી દંપતી સાથે મળીને ગોપાલની હત્યા કરવાની યોજના બનાવી હતી.પોલીસે હત્યા મામલે નીતિશ મુંદની ધરપકડ કર્યા બાદ NRI દંપતીની ભૂમિકાનો ખુલાસો થયો હતો. પોલીસમાં જાણવા મળ્યું હતું કે નીતિશ મુંડ સાથે રહેતા બે હુમલાખોરો ને બાળકની હત્યા માટે રૂ 5 લાખની સોપારી આપવામાં આવી હતી.અને આ હત્યાનું કાવતરું નીતિશ કેવલજીત અને આરતીએ ઘડ્યું હતું.

બને NRI દંપતિ પર હત્યાનો ગુનો દાખલ થયા બાદ આ હત્યારાઓને ભારત લાવવા સરકારએ 2019 માં યુકે સરકારને વિનંતી કરી હતી. પરંતુ લંડન કોર્ટે ગુજરાતમાં તેમને આજીવન કેદની સજા કરવામાં આવશે તો તેઓ વહેલા છુટી નહીં શકે છે. તેમ જણાવી આ અરજી ફગાવી દીધી હતી..

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.