ઇલોલ હાઈસ્કૂલમાં શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવી.શ્રી નૂતન કેળવણી મંડળ ઇલોલ - At This Time

ઇલોલ હાઈસ્કૂલમાં શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવી.શ્રી નૂતન કેળવણી મંડળ ઇલોલ


ઇલોલ હાઈસ્કૂલમાં શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવી.શ્રી નૂતન કેળવણી મંડળ ઇલોલ સંચાલિત ઇલોલ ગૃપ સહકારી મંડળી હાઈસ્કૂલ ખાતે આજે ઇલોલ હાઈસ્કૂલ તથા ઇલોલ પ્રાથમિક શાળા નં - 1 ના બાળકોનો શ્રાવણ માસની ઉજવણી પ્રસંગે વન ભોજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ઇલોલ હાઈસ્કૂલ ના આચાર્ય શ્રી એ એન ખણુંશિયા ના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકોને દાલ બાટી . લાડુ નું ભોજન બાળકો તથા શિક્ષકોના સહિયારા પ્રયાસથી કરાવવામાં આવ્યું હતું જેમાં શાળાના તમામ શિક્ષકોને તેમને સોંપવામાં આવેલી કામગીરી સારી રીતે પરિપૂર્ણ કરી બાળકોને પ્રેમ થી ભોજન કરાવ્યું હતું શાળાના સુપરવાઈઝર શ્રી એમ એ. ભગત સાહેબ તેઓએ પણ બાળકો સાથે રહી ભોજન કરાવ્યું હતું. ધોરણ 11 ના બાળકો એ પણ તેમને સોંપવામાં આવેલી કામગીરી ખુબજ ઉત્સાહ ભેર કરી હતી.વન ભોજન કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષક શ્રી ભરત એચ પંડ્યા અને જમીલ હુસૈન જેધવા દ્વારા સુંદર આયોજન કરવામાં હતું. આ પ્રસંગે સાબરકાંઠાજિલ્લા શિક્ષણાધિકારી કચેરી હિંમતનગરના ઈ.આઇ. તરૂણાબેન દેસાઈ તથા એ. ડી.આઇ. જીગ્નેશભાઈ પટેલ તથા દિલીપભાઈ સુતરીયા ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ઇલોલ હાઈસ્કૂલની ઉમદા કામગીરી ની નોંધ લીધી હતી અને આચાર્ય શ્રીની ઉત્તમ કામગીરી બદલ અભિનંદન આપ્યા હતા. શાળાના શિક્ષકો તથા બાળકોની કામગીરીને પણ તેઓએ બિરદાવી હતી. અંતમાં શાળાના આચાર્ય શ્રી અનવરઅલી ખણુંશિયા કાર્યક્રમને સફળ બનાવવા બદલ સમગ્ર સ્ટાફ નો તથા જેઓએ તન . મન તથા ધનથી પોતાનું યોગદાન આપ્યું તે બધાનો આભાર વ્યક્ત કર્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.