જસદણમાં શતાયુ નજીક પહોંચેલા મતદારએ ઉત્સાહથી મતદાન કર્યું - At This Time

જસદણમાં શતાયુ નજીક પહોંચેલા મતદારએ ઉત્સાહથી મતદાન કર્યું


જસદણમાં શતાયુ નજીક પહોંચેલા મતદારએ ઉત્સાહથી મતદાન કર્યું

જસદણની ગેબનશા સોસાયટીમાં રહેતાં સુન્ની મુસ્લિમ સોરઠીયા ઘાંચી હાજી મુસાભાઈ ગનીભાઈ ડાયાતર પોતે ચાલી પણ શકતાં નથી છતાં છતાં 89 વર્ષની ઉમરે મતદાન કરીને રાષ્ટ્રીય તહેવારની ઉજવણીમાં શામેલ થઈ નાગરિક ધર્મ નિભાવ્યો હતો ગુજરાત સરકારના નિવૃત્ત કર્મચારી મુસાભાઈને શરીરની અનેક તકલીફો વચ્ચે તેઓ તેમનાં પરિવારની મદદથી મતદાન કરવાનું ચૂક્યાં ન હતાં ઉલ્લેખનીય છે કે જસદણમાં આજે વિધાનસભાની ચુંટણીમાં કેટલાંય યુવાનો પણ મતદાનથી અળગા રહ્યાં હતાં પણ ઘરડાં ગાડાં વાળે એ ઉક્તિ મુજબ બિમાર અશક્ત છતાં મોટીવયના લોકો મતદાન કરી ઍક ખરાં અર્થમાં રાષ્ટ્રીય નાગરિક ધર્મ સુપેરે નિભાવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.