ધોળા જં.ખાતે રામ નવમી તહેવાર નિમિત્તે ધામધૂમ પૂર્વક શોભાયાત્રા યોજાઈ
ઉમરાળાના ધોળા જંક્શન ખાતે મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી રામના જન્મોત્સવને વધાવવા સમગ્ર ધોળામાં અનેરો ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો ધોળાના મંદિરોમાં પૂજા,અર્ચન વિશેષ આરતી સહિતના કાર્યક્રમો યોજાયા છે ધોળા જંક્શન ખાતે રામનવમીની વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા નિકળી હતી ધોળા જંક્શન ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા આયોજીત શ્રી રામ જન્મોત્સવ અંતર્ગત ભવ્ય રામલ્લાની શોભાયાત્રા જેમાં 8 થી વધુ ટ્રેકટરમાં વિવિધ ફ્લોટ હતા અને આકર્ષક અયોધ્યા મંદિર ભાતીગળ મુજબ શ્રી રામ લક્ષમણ અને સીતાજી આકર્ષિત બન્યા હતા તેમજ ઠંડા પાણી,ઠંડી છાસ સાકરવાળું વરિયાળી સરબત,શ્રીરામ ભગવાન ને ફૂલહાર કરી એકતા ના દર્શન થયા હતા ઠેર ઠેર ઠંડા પાણી સરબત,છાસ સહિતના સ્ટોલ સાથે પ્રેમથી સરબત ચણાનો પ્રસાદ વિતરણ કરવામાં આવતો હતો આ તકે ખાસ તો વાંકિયા હનુમાનજી આશ્રમ આંબલાના મહંત રઘુનંદનજી બાપુ આશીર્વચન આપવા પધાર્યા હતા સ્થાનિક આગેવાનો જોડાયા હતા વિશેષ તો પાલીતાણા Dysp મિહિર બારીયાએ હાજરી આપી હતી ઉમરાળા Psi ભલગરિયા સાથે પોલીસ સ્ટાફ હોમગાર્ડ જવાનો સાથે જી.આર.ડી.જવાનો સહિતના ખડે પગે બંદોબસ્ત પૂરો પાડેલ હતો આ યાત્રા વાહનોમાં આકર્ષક ફલોટ રાસમંડળી,રામ મંદીર થીમ,સહીતના ફલોટ આ શોભાયાત્રામાં જોવા મળેલ હતા આ શોભાયાત્રાને ધોળા વાસીઓએ બહોળી સંખ્યામાં નિહાળી હતી આ પ્રસંગે જય શ્રી રામ જય શ્રી રામના નારા સાથે સમગ્ર વાતાવરણ રામ નામથી ગુંજી ઉઠેલ હતુ
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.