કર્ણાટકના ગામમાં એક પણ મુસ્લિમ ન હોવા છતાં મોહર્રમની પાંચ દિવસ ઉજવણી
બેંગાલુરુ,
તા. ૮ભારતની ધરતી સંસ્કૃતિ વિવિધતાથી ભરેલી છે. તમને જાણીને
આશ્ચર્ય થશે કે કર્ણાટકમાં એક ગામ એવું પણ છે જેની વસ્તી ૩૦૦૦ છે અને તેમાં એક પણ
મુસલમાન ન હોવા છતાં અહીંના લોકો દર વર્ષે પાંચ દિવસ મોહર્રમની ઉજવણી કરે છે. મોહર્રમ આવતા જ ગામની દરેક વિસ્તાર રોશનીથી ઝળહળી ઉઠે
છે.લોકો મોહર્રમનું જુલુસ પણ કાઢે છે અને અલ્લાહની બંદરી પણ કરે છે.આ વાત કર્ણાટકના બેલગાવી જિલ્લાના હીરેબિદાનૂર ગામની છે. આ
ગામની વચ્ચે એક મસ્જિદ આવેલી છે. આ મસ્જિદમાં એક હિંદુ પુજારી રહે છે અને તે હિંદુ
રીતરિવાજથી પૂજા પાઠ કરે છે. આ ગામ બેલગાવીથી ૫૧ કિલોમીટર દૂર છે. ગામની દરગાહને ફકીરરેશ્વર સ્વામીની મસ્જિદ તરીકે ફમ ઓળખાય
છે. મસ્જિદના પૂજારી યલપ્પા નાયકરે જણાવ્યું હતું કે દર વર્ષે મોહર્રમના પ્રસંગે
બાજુના ગામમાંથી એક મૌલવીને બોલાવવામાં આવે છે. તેઓ સપ્તાહ સુધી અહીં રોકાય છે અને
ઇસ્લામી રીતે ઇબાદત કરે છે. ગામના એક શિક્ષકના જણાવ્યા અનુસાર આ પાંચ દિવસની અંદર
ગામમાં અનેક પરંપરા અનુસરવામાં આવે છે. બહારથી અનેક કલાકારો પોતાની કલાનું
પ્રદર્શન કરવા માટે અહીં આવે છે. દોરડા પર અને આગ પર ચાલવા જેવા કાર્યક્રમોનું પણ
આયોજન કરવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.