ગ્રામ્યમાં એક જ દિવસમાં 20 સહિત કોરોનાના કુલ ૨૯ કેસ - At This Time

ગ્રામ્યમાં એક જ દિવસમાં 20 સહિત કોરોનાના કુલ ૨૯ કેસ


ગાંધીનગરમાં કોરોના ફરી વકર્યોશુક્રવારે ૮ કેસની સામે ૨૪ કલાકમાં ત્રણ ગણો વધારો આવ્યાગાંધીનગર :  ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના
કેસ એક ડિજીટમાં રહેતો હતો તે આજે એકાએક વધી ગયો છે. શુક્રવારે ગાંધીનગરમાં આઠ કેસ
નોંધાયા હતા ત્યારે શનિવારે ત્રણ ગણો વધારો થઇને નવા ૨૯ દર્દીઓ સરકારી ચપોડે ચઢ્યા
છે. જેમાં કોર્પોરેશનમાં નવ જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વધુ ૨૦ દર્દીઓનો
સમાવેશ થાય છે. જો કે, તમામને
હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં વધુ ૨૦
પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. જેમાં દહેગામમાંથી ત્રણ કેસ મળી આવ્યા છે. રખીયાલના
૯૧ વર્ષિય વૃધ્ધ, ૫૨
વર્ષિય સામેત્રીના આધેડ તથા કડજોદરાની મહિલાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મગોડી અને
રૃપાલમાં બે-બેે, ટીંટોડા, સાદરા, ચિલોડા, ઉનાવામાં એક એક
મળીને ગાંધીનગર તાલુકામાંથી વધુ આઠ દર્દીઓ સંક્રમિત થયા છે. જ્યારે કલોલ શહેરી
વિસ્તારમાંથી છ યુવા વયના દર્દીઓ ઉપરાંત વામજ અને ડીંગુચાની બે યુવતીઓ પણ કોરોનામાં
સપડાઇ છે. માણસાના બાપુપુરામાં રહેતી મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને પણ હોમ
આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાંથી નવા નવ
કેસ પ્રકાશમાં આવ્યા છે. જેમાં સરગાસણમાંથી ત્રણ દર્દીઓ મળી આવ્યા છે. આ ઉપરાંત
નેપાળથી તાજેતરમાં આવેલી રાયસણની ૧૯ વર્ષિય યુવતી સંક્રમિત થઇ છે. જ્યારે
રાંધેજાનો યુવાન પણ ચેપગ્રસ્ત થયો છે. આ ઉપરાંત વીવીઆઇપી સેક્ટર-૧,૮ અને સે-૧૯માંથી
એક-એક કેસ મળી આવ્યો છે. તો સે-૪માં રહેતી ૪૨ વર્ષિય મહિલા પણ કોરોનામાં સપડાઇ છે.
તમામ પોઝિટિવ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા ેછે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.