તસવીરોમાં શ્રી પંચાયત મહાનિર્વાણ અખાડાની સવારી:સાધુ-સંત હાથી, ઘોડા, ઊંટ અને રથ પર સવાર થઈને નીકળ્યા, ઠેર-ઠેર પુષ્પવર્ષા કરીને સ્વાગત કરાયું
શ્રી પંચાયત મહાનિર્વાણ અખાડાની સવારી (પેશવાઈ) આજે (2 જાન્યુઆરી) કાઢવામાં આવી હતી. એક હજારથી વધુ સાધુ- સંતો હાથી, ઘોડા, ઊંટ અને રથ પર સવાર થઈને નીકળ્યા હતા. વિવિધ સ્થળોએ પુષ્પવર્ષા કરીને સંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શિવ બારાતીના રૂપમાં નર-પિશાચ બનીને કલાકારોએ તાંડવ કર્યું હતું. બાગંબરી ગદ્દી સામે બનેલા મહાનિર્વાણી અખાડાના ભવનમાંથી સવારી નીકળી. સાધુ-સંતો મહાકુંભમાં સંગમ રેલવે લાઈન થઈને બક્ષી ડેમ તરફ પહોંચશે. જુઓ 25 તસવીરો-
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.