વઢવાણ તાલુકાના બલદાણા ગામે યુવતીનો ફાંસો ખાઈ આપઘાત
- એમ.પીની યુવતીને ભગાડી જઇ યુવકે ત્રણ મહિના પહેલા લગ્ન કર્યા હતાં સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાનાં બલદાણા ગામે પરિણીત યુવતીએ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર ફેલાઇ છે. ત્રણ મહિના પહેલા લગ્ન કરીને આવેલી આ યુવતીએ કયા કારણોસર અંતિમ પગલુ ભર્યુ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.જાણવા મળતી વિગત એવી છે કે, બલદાણા ગામે ૧૯ વર્ષની પરિણીત યુવતીએ ગળફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધાના બનાવે ચકચાર જગાવી છે. મધ્યપ્રદેશ રહેતા પરિવારની અલ્પાબેન કીકરીયા નામની યુવતિ સાથે અજીત કીકરીયા નામના યુવકની સગાઈ થયા બાદ પરિવારે લગ્ન કરાવી ન આપતા યુવકે તેને ભગાડી લગ્ન કરી લીધા હતા. ત્રણ મહિનાના લગ્નજીવન દરમિયાન પતિ શારિરીક અને માનસિક ત્રાસ આપતો હોવાનો આક્ષેપ યુવતીના પરિવારે કર્યો છે. બનાવની જાણ થતા યુવતીના પિતા સહિતના પરિવારજનો મધ્યપ્રદેશથી દોડી આવ્યા હતા અને જાણ કરાતા વઢવાણ પોલીસે ઘટનાસ્થળે દજઇ કાર્યવાહી હાથ ધરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.