સુરતની સીમાડા ટ્રાફિક ચોકીમાંથી કોમ્પ્યુટર મોનીટર ચોરાયું - At This Time

સુરતની સીમાડા ટ્રાફિક ચોકીમાંથી કોમ્પ્યુટર મોનીટર ચોરાયું


- ગુરૂવારની રાત્રી દરમિયાન ચોરે મુખ્ય દરવાજાની વચ્ચેના ભાગે પ્લાયવુડની શીટ તોડી અંદર પ્રવેશી ચોરી કરી - સુરત શહેર ટ્રાફિક પોલીસના માઠા દિવસ ચાલી રહ્યા છેસુરત,તા.27 ઓગષ્ટ 2022,શનિવાર સુરત શહેર ટ્રાફિક પોલીસના માઠા દિવસ ચાલી રહ્યા છે. વકીલ પર હુમલાના વિવાદ બાદ વરાછા ગીતાંજલી ચોકી બહારથી હેડ કોન્સ્ટેબલની બાઈક ચોરાવાની ઘટના બાદ હવે સીમાડા ટ્રાફિક ચોકીમાંથી કોમ્પ્યુટર મોનીટર ચોરાયું છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સરથાણા સ્થિત સીમાડા ટ્રાફિક પોલીસ ચોકીમાં દૈનિક કામ માટે એક કોમ્પ્યુટર રાખવામાં આવ્યું છે.જોકે, ગત ગુરૂવારની રાત્રી દરમિયાન ચોર ચોકીના મુખ્ય દરવાજાની વચ્ચેના ભાગે લાકડાની પ્લાયવુડની શીટ તોડી અંદર પ્રવેશી રૂ.15 હજારની કિંમતનું કોમ્પ્યુટરનું મોનીટર ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે ગત સવારે જાણ થતા ટ્રાફિક શાખાના પીઆઈ એસ.જે.રાઠોડે ગતસાંજે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.ઉલ્લેખનીય છે કે સરથાણામાં જ વકીલ ઉપર ટીઆરબી સુપરવાઈઝરના હુમલાની ઘટના બાદ ઇમેજ ખરડાઈ હતી. ઉપરાંત, ગત ગુરૂવારે જ વરાછા ગીતાંજલી ચોકી બહારથી હેડ કોન્સ્ટેબલની બાઈક પણ ચોરાઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.