વટવા પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ પર ગંભીર આક્ષેપ: ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવણી હોવાનો આરોપ
પ્રતિકાત્મક તસ્વીર
.............................
વટવા: વટવા ગામમાં ગટરના પાણીની ગંભીર સમસ્યા ઊભી થતા સ્થાનિક લોકોએ અનેકવાર ફરિયાદો કરી હતી, પરંતુ સ્થાનિક કોર્પોરેટરો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ દરમિયાન, જયમીન સોનારા અને તેમની ટીમ સ્થળ પર તપાસ કરવા પહોંચ્યા ત્યારે ચોંકાવનારી વિગતો બહાર આવી.
સ્થાનિક મહિલાઓએ દાવો કર્યો કે BJP ના કોર્પોરેટરોની નિષ્ક્રિયતા તો છે જ, પરંતુ વટવા પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના કેટલાક કર્મચારીઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ટેકો આપે છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે વટવા પોલીસ સ્ટેશનના PSI અને ચાર ડી-સ્ટાફના કર્મચારીઓ સાથે બે વહીવટદાર મળીને વટવાને "મિની છારા નગર" બનાવી રહ્યા છે.
ગેરકાયદેસર ધંધાઓમાં ડી-સ્ટાફની સંડોવણી?
ગેરકાયદેસર પેટ્રોલ-ડીઝલ વેચાણ: ગામમાં 28 જેટલી જાહેર જગ્યાઓ પર બીના પરવાના પેટ્રોલ અને ચોરીનું ડીઝલ વેચાઈ રહ્યું છે, જેમાં ડી-સ્ટાફ અને વહીવટદારની સંડોવણી હોવાનો આરોપ છે.
નશીલી દવાઓ અને દેહવ્યાપાર: વટવામાં આવેલ "હિન્દુસ્તાન-પાકિસ્તાન" વિસ્તારમાં ગાંજાનું વેચાણ અને દેહવ્યાપાર ડી-સ્ટાફની મદદથી મોટા પાયે ચાલે છે, તેમ સ્થાનિકોએ જણાવ્યું.
તડીપાર ગુનેગારો માટે આશરો: વટવા ક્રોસિંગ નજીક તડીપાર લોકોને રહેવા માટે રકમ ચૂકવવી પડે છે. જે પૈસા ચૂકવે, તેને રહેવા, જમવા અને દારૂ માટે સરળતાથી સગવડ મળે છે.
હથિયારો સાથે મુક્ત ગુંડાગીરી: નશામાં ધૂત લોકોએ હથિયારો સાથે ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવવી સામાન્ય બની ગયું છે. પોલીસ આવા લોકોને પકડીને ₹20,000 લઈને છોડી દેતી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
સેટિંગ વગર કેસ નથી, સમાધાન માટે 'ફીક્સ રેટ'
સ્થાનિકોના દાવા મુજબ, ચોકી પર કોઈ પણ પ્રકારનું સમાધાન ₹15,000ની લાંચ આપ્યા વગર શક્ય નથી. જો કોઈ ફરિયાદ કરવી હોય, તો 151 હેઠળ કેસ થવાની ધમકી આપવામાં આવે છે.
PI પ્રવિણાબા ઝાલાને ખબર જ નથી?
આ સમગ્ર મામલે વટવા પોલીસ સ્ટેશનના સન્માનનીય PI પ્રવિણાબા ઝાલા સાહેબને જાણ હોવાનો કોઈ પુરાવો નથી. ડો-સ્ટાફ દ્વારા તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ PI સાહેબને ગૂંચવણમાં રાખીને કરવામાં આવતી હોવાનો આરોપ છે.
37 કાર્યકર્તાઓએ આપી ખુલ્લી ચેતવણી
ગુજરાત યુથ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી જયમીન સોનારા અને 37 કાર્યકર્તાઓએ જાહેરમાં પ્રતિજ્ઞા લીધી છે કે જો આ દાવાઓ ખોટા સાબિત થાય, તો તેઓ 24 કલાકમાં તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દેશે. વટવા પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ PSI અને તેમના ચાર કર્મચારીઓ વિરુદ્ધ તત્કાળ કડક કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે.
DCP સાહેબ પાસે ન્યાયની અપેક્ષા
જયમીન સોનારાએ ઝોન-6ના DCP સાહેબ અને PI પ્રવિણાબા ઝાલા સાહેબને હસ્તક્ષેપ કરી ડી-સ્ટાફના કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી છે.
સંપર્ક:
જયમીન સોનારા
પ્રદેશ મહામંત્રી, ગુજરાત યુથ કોંગ્રેસ
7622894509
પબ્લિશ બાય
સૌરાંગ ઠકકર
અમદાવાદ જીલ્લા બ્યુરો ચીફ
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે
