સિંચાઇનું પાણી: શેત્રુંજી કેનાલ મારફતે 122 ગામોમાં સિંચાઇનું પાણી અપાશે - At This Time

સિંચાઇનું પાણી: શેત્રુંજી કેનાલ મારફતે 122 ગામોમાં સિંચાઇનું પાણી અપાશે


સિંચાઇનું પાણી: શેત્રુંજી કેનાલ મારફતે 122 ગામોમાં સિંચાઇનું પાણી અપાશે.

પાલિતાણા, તળાજા, મહુવા અને ભાવનગરની સાથે પાણી મળશે

શેત્રુંજી ડેમના ડાબા તથા જમણા કેનાલ મારફતે ભાવનગરના પાલિતાણા, તળાજા, મહુવા અને ભાવનગરની સાથે ઘોઘા તાલુકાના 122 ગામોમાં સિંચાઇનું પાણી આપવામાં આવશે અને આગામી એપ્રિલ મહિના સુધીમાં 11,500 હેક્ટર જમીનને પિયતનો પૂરતો લાભ અપાશે. કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં ભાવનગરમાં શેત્રુંજી સિંચાઇ યોજનાનું પાણી છોડાયું હતુ.

ભાવનગર જિલ્લાના ખેડૂતોને રવિ, ઉનાળુ પિયત માટે મહત્તમ પાણી મળી રહે તે માટે કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં શેત્રુંજી સિંચાઇ યોજના દ્વારા નહેર વાટે પાણી છોડવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, શેત્રુંજી સિંચાઇ યોજનામાંથી રવી, ઉનાળું સિંચાઇ માટે પાણી છોડવામાં આવ્યું છે. શેત્રુંજી ડેમના ડાબા તથા જમણા કેનાલ મારફતે ભાવનગર જિલ્લાના પાલીતાણા, તળાજા, મહુવા અને ભાવનગરના ચાર તાલુકાની સાથે ઘોઘા તાલુકાના 122 ગામોમાં સિંચાઇનું પાણી આપવામાં આવશે. આ પાણી આગામી એપ્રિલ મહિના સુધી 11,550 હેક્ટર જમીનને આપી પિયતનો પૂરતો લાભ આપવામાં આવશે. આ વેળાએ તળાજાના ધારાસભ્ય ગૌતમભાઇ ચૌહાણ અને ભીખાભાઈ બારૈયા,સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી આશિષભાઇ બાલધિયા,ભગીરથસિંહ સરવૈયા, રાજપાલસિંહ સરવૈયા, શિવાભાઇ ચૌહાણ, તાલુકા પંચાયતના સભ્યો સહિત સિંચાઇ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.