ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર થી ફાફણી અને ફાફણી થી કોડીનાર તાલુકાને જોડતાં વાડિનાં રસ્તાનાં દબાણો દુર કરીને ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રસ્તો ખુલ્લો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ - At This Time

ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર થી ફાફણી અને ફાફણી થી કોડીનાર તાલુકાને જોડતાં વાડિનાં રસ્તાનાં દબાણો દુર કરીને ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રસ્તો ખુલ્લો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ


તા:8 ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર થી ફાફણી જતો અને ફાફણી થી કોડીનારને જોડતાં રસ્તાનું ડેમોલેસનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં અનેક ખેડૂતે રસ્તો ખુલ્લો કરવાં માટે આત્મ વિલોપનની ચિમકી સાથેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જે માપણીનું કામ ઞઇકાલે પૂર્ણ થતાં તાત્કાલીનાં ધોરણે ગીર સોમનાથ જિલ્લાનાં કલેક્ટરના માર્ગદર્શન સુચનાઓ હેઠળ સુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઞીર ઞઢડા તાલુકા પંચાયતનાં સ્ટાફ સર્કલ ઓફિસર રેવન્યુ તલાટી મંત્રીની હાજરીમાં માપણીની કામગીરી પૂર્ણ કરીને તાત્કાલિક ધોરણે રસ્તાનું કામ ડિમોલેશન થતાં અનેક ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. આ રસ્તો કાયમી માટે સાંકડો ને સાંકડો બનતો જતો હતો જે આ રસ્તાની પહોળાઈ વધી જતાં હવે ખેડૂતોને વાડીએ જવાની તકલીફો દૂર થઈ જશે

જેમાં અનેક ગામડાઓને બોડીદર થી ફાફણી અને ફાફણી થી કોડીનાર જોડતો રસ્તો કાયમી માટે મેટલ રોડની મંજુરી મળી જાય તો અનેક ગામડાઓને અનેક ખેડૂતોને મોટો ફાયદો થશે કોડીનાર જવા માટે કિલોમીટરનું અંતર પણ ઘટી જશે પેટ્રોલની બચત અને સમયનો બચાવ થશે એવું પણ લોક મૂખે ચર્ચાઇ રહ્યું છે જેમાં હાજર સુચત પોલીસ બંદોબસ્ત તેમજ મામલતદાર કચેરી ગીર ગઢડાનો સ્ટાફ સર્કલ ઓફિસર રેવન્યુ તલાટી મંત્રી માપણી અધિકારીઓ સહિતનો સ્ટાફ હાજર જોવાં મળ્યો હતો કોઈપણ ખેડૂતોને કોઈ પણ પ્રકારનો અન્યાય નાં થાય એવી કામગીરી કરવામાં આવી હતી જ્યાંથી ડિમોલેસનની કામગીરી શરૂ થઈ હતી તેની આઞળથી જે રસ્તો છોડી દેવામાં આવ્યો છે એ જગ્યા ઉપરથી ડિમોલેશનની કામઞીરી કરવામાં આવે એવી પણ ખેડૂતોની માંગણીઓ ઉઠવા પામી હતી જેમાં અધિકારીઓ દ્વારા ડિમોલેશન ચાલતું હતું જેમાં ખેડૂતો દ્વારા અધિકારીઓને સાથ સહકાર મળતો હતો એવો માહોલ જોવાં મળ્યો હતો

પ્રેસ રિપોર્ટર ડિ કે વાળા ઞીર ઞઢડા ઞીર સોમનાથ


8780138711
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.