શાંતિ અને સૌહાર્દનું પ્રતીક: શાહ-એ-આલમ સરકારનો ભવ્ય સન્માન સમારોહ
તારીખ 7 જાન્યુઆરી, 2025ની સાંજે શાહ-એ-આલમ દરગાહ પરિષરે એક અનોખા સમારંભની સાક્ષી બની, જ્યાં કોમી એકતા અને શાંતિના સંદેશ સાથે એક ભવ્ય સન્માન સમારોહ યોજાયો. આ પ્રસંગનું આયોજન શાહ-એ-આલમ રસુલાબાદ સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું, જે હંમેશા સમાજમાં સૌહાર્દ અને સામાજિક એકતાને આગળ વધારવાની ભાવનાથી કાર્યરત છે.
આ કાર્યક્રમમાં સન્માનિત મહાનુભાવોમાં ઝોન-6 ના એસીપી પ્રદિપસિંહ જાડેજા, ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એસ. જાડેજા અને તેમની ટીમ સાથે વકફ બોર્ડના ચેરમેન ડૉ. લોખંડવાલા સહિત શાહ-એ-આલમ દરગાહના વહીવટદારો શામેલ રહ્યા હતા. આ મહાનુભાવોને સમાજમાં કરેલા મહત્વપૂર્ણ યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા, જે શાંતિ અને સલામતી જાળવવા માટે તેમની પ્રતિબદ્ધતાને સાબિત કરે છે.
આ સમારંભમાં વિવિધ ધાર્મિક, સામાજિક અને સામુદાયિક આગેવાનોની ઉપસ્થિતિએ એકતા અને ભાઈચારાનું સુંદર દ્રશ્ય ઉભું કર્યું. શાહ-એ-આલમ રસુલાબાદ સેવા સમિતિએ શાંતિ અને સ્નેહના સંદેશને આગળ વધારવા માટે આ સન્માન સમારોહના આયોજન દ્વારા શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આકર્ષક પ્રકાશ વ્યવસ્થા, ભાવવાહ ભજન, તેમજ ઉત્તમ મહેમાનનવાજી આ પ્રસંગના મુખ્ય આકર્ષણ રહ્યા. કાર્યક્રમમાં હાજર તમામ મહાનુભાવોએ શાંતિ અને સૌહાર્દના મૂલ્યો જાળવવા માટે પોતાનો મજબૂત સંકલ્પ વ્યક્ત કર્યો.
સમારંભનું મુખ્ય હેતુ
શાહ-એ-આલમ રસુલાબાદ સેવા સમિતિ દ્વારા આયોજન કરાયેલા આ સમારંભનું મુખ્ય હેતુ શાંતિ, સર્વધર્મ સમભાવ અને કોમી એકતાનું પ્રોત્સાહન કરવાનું હતું. કાર્યક્રમે માત્ર આ મૂલ્યોને મજબૂત કર્યા નથી, પણ સમિતિની કાર્યશૈલીને પણ રેખાંકિત કરી છે.
આ સન્માન સમારોહે શાહ-એ-આલમ દરગાહને શાંતિ અને એકતાના પ્રેરણાસ્રોત તરીકે પુનઃ સ્થાપિત કર્યું છે, જેના સ્વરો સમાજના દરેક ખૂણેથી ગુંજતો રહે તેવા આશિર્વાદ સહ પાત્ર બન્યો.
સૌરાંગ ઠકકર
અમદાવાદ જીલ્લા બ્યુરો ચીફ
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.