લુણાવાડા જીલ્લા સેવા સદન રોડ ખાતે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનનું વેચાણ કરવામાં આવ્યું
ગુજરાત રાજ્યના ખૂણે ખૂણાઓમાં પ્રાકૃતિક ખેતીની માહિતી અને માર્ગદર્શન થકી રાજ્યમાં ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા ખેતી ખર્ચ બચાવે તેમજ જમીનની ફળદ્રુપતા અને સમગ્ર જીવસૃષ્ટિનું આરોગ્ય જળવાઈ રહે જેથી પર્યાવરણમાં પણ સંતુલન બની રહે તે માટે સમગ્ર રાજ્યમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન હેઠળ પ્રયત્નો કરવામાં આવી રહેલ છે.
ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે અને ખેત પેદાશોનું વેચાણ સીધા ગ્રાહકોને મળી રહે તે હેતુથી મહિસાગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સામાન્ય ગ્રાહકોને આરોગ્યસભર પ્રાકૃતિક કૃષિ પેદાશ મળી રહે અને વપરાશકર્તાઓમાં જાગ્રુતિ આવે તે માટે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત ધાન્ય, કઠોળ અને શાકભાજીના વેચાણ માટે જીલ્લા સેવા સદન રોડ ખાતે એક દિવસીય વેચાણ કેન્દ્રનું આયોજન કરવામાં આવેલ હતુ.
જિલ્લા કલેક્ટરશ્રી નેહા કુમારી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી એલ પટેલે દ્વારા વેચાણ કેન્દ્રની મુલાકાત લઇ ખેડુતોને માર્ગદર્શીત અને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા. જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લાના ખેડૂતોને વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી અપનાવી રાષ્ટ્રમાં એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરવા આહવાન કર્યુ.
આ વેચાણ કેન્દ્રમાં જિલ્લાનાં તમામ તાલુકાઓમાથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તેમની કૃષિ પેદાશોના વેચાણ અર્થે આવ્યા હતા. જેમાં ખેડૂતોએ વિવિધ શાકભાજી તેમજ ધાન્ય પાકોનું વેચાણ કર્યું હતું. જેનો મુખ્ય હેતુ પ્રાકૃતિક ખેતીના પ્રચાર પ્રસાર થાય અને જેના થકી અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરાય અને ગ્રાહકોને સીધો તેનો લાભ મળી રહે
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.