બિલ્ડરે 15 લાખ સામે 36 લાખ ચૂકવ્યા, વધુ 8 લાખ માંગી વ્યાજખોરની ધમકી - At This Time

બિલ્ડરે 15 લાખ સામે 36 લાખ ચૂકવ્યા, વધુ 8 લાખ માંગી વ્યાજખોરની ધમકી


દૂધસાગર રોડ પર શ્રમજીવી સોસાયટીની ઘટના

શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં રહેતા બિલ્ડરે રૂ.15 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા જેની સામે રૂ.36 લાખ ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરે વધુ રૂ.8 લાખની માંગ કરી ધમકી આપી હતી, પોલીસે વ્યાજખોરની શોધખોળ શરૂ કરી હતી. દૂધસાગર રોડ પરની શ્રમજીવી સોસાયટીમાં રહેતા અને બાંધકામનો વ્યવસાય કરતા આબિદ ગુલામહુશેન ચાવડાએ થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રામનાથપરામાં રહેતા જાહીદ ઇકબાલ કાદરીનું નામ આપ્યું હતું. આબિદ ચાવડાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે બાંધકામનો વ્યવસાય કરતાં હોય ધંધા માટે ત્રણ વર્ષ પહેલા જાહીદ કાદરી પાસેથી રૂ.15 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા અને દર મહિને રૂ.1.50 લાખ વ્યાજે ચૂકવતો હતો.

પોતે ક્યારેય ધંધામાં રોકાયેલા હોય તો તેના મિત્ર યુસુફ શાહમદાર, રણજીત સરવૈયા અને અલ્તાફ રાઉમાં વ્યાજની રકમ ચૂકવવા જતા હતા અને અત્યાર સુધીમાં રૂ.36 લાખ વ્યાજખોર જાહીદ કાદરીને ચૂકવી આપ્યા હતા, ત્રણેક માસથી ધંધો બરોબર ચાલતો નહીં હોવાથી જાહીદને વ્યાજ આપ્યું નહોતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.