હિંમતનગર તાલુકાના ઈલોલ કનાઇ કાનડા ગ્રામ્ય વિસ્તારમાં એરીકેશન પાણી ની લાઇન લીકેજ હોવાથી પ્રદુસિત પાણી યથાવત
હિંમતનગર તાલુકાના
ઈલોલ કનાઇ કાનડા ગ્રામ્ય વિસ્તારમાં એરીકેશન પાણી ની લાઇન લીકેજ હોવાથી પ્રદુસિત પાણી યથાવત
ઘણા સમયથી ઇલોલ ગામે વિસ્તારોમાં એરીકેશન પાણીની લાઈન જૂની હોવાના કારણે વારંવાર લીકેજ હોવાની ઘટનાઓ બનતી હોય છે છેલ્લા ત્રણેક વર્ષથી અજાગૃત નાગરિકો ધ્વારા રજૂઆત કરવા છતાં પણ કંઈ નિરાકરણ આવ્યું નથી.પાણીની લાઈન લીકેજ હોવાથી પ્રદુષિત પાણી આવી રહ્યું છે
મળતી અનુસાર ટૂંક સમય પહેલા નવી લાઈન નખવાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું પણ ત્રણ માસથી આ કામ બંધ છે જેથી બીજા રાજ્યોમાં ચૂંટણી હોઈ અહિયાં આચાર સંહિતા લાગી છે તેમ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.અને તંત્ર મજાક બની રહ્યું છે.
પાણીની સમસ્યાને લઇ ગામજનો દ્વારા પાણી પુરવઠા વિભાગ સહીત આગેવાનો પાસે વારંમવાર રજૂઆતો કરવા છતાં કોઈ રીઝલ્ટ મળતું નથી જલ હી જીવન સૂત્ર ભૂલી પાણી પુરવઠા વિભાગ અને અન્ય વિભાગો ગોર નિંદ્રામાં સુતી હોય તેવા દ્રશ્ય હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે જોવા મળ્યા છે.
પાઇપલાઇન જૂની હોવાના કારણે એક પંચર બનાવે છે અને બીજું તૈયાર પંચર હોય છે ઘણા ખેતરમાં પંચર હોવાથી ખેડૂતને પાકમાં પણ નુકસાન થાય છે પણ પાણી પુરવઠા વિભાગ જાગતું નથી શું પાણીની સમસ્યાની સમાધાન આવશે કે જલ હી જીવન હે સૂત્ર સાર્થક થશે.
બ્યૂરો ચીફ આબીદઅલી ભુરા સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.