સાબરકાંઠા કલેક્ટર કચેરી ખાતે સુશાસન દિનની ઉજવણી કરાઈ - At This Time

સાબરકાંઠા કલેક્ટર કચેરી ખાતે સુશાસન દિનની ઉજવણી કરાઈ


*સાબરકાંઠા કલેક્ટર કચેરી ખાતે સુશાસન દિનની ઉજવણી કરાઈ*

તા.૨૫ ડિસેમ્બર-સુશાસન દિન-સહિયારા પ્રયાસથી વધુ સુદ્રઢ સેવાઓનો સંકલ્પ
---
સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા કલેકટર શ્રી ડો. રતન કંવર ગઢવી ચારણ ની ઉપસ્થિતિમાં અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સુશાસન દિનની ઉજવણી કરાઈ

ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપાઇજીના જન્મદિન તા.૨૫ ડિસેમ્બરને સુશાસન દિન તરીકે ઉજવવામાં આવે છે. સહિયારા પ્રયાસથી વધુ સુદ્રઢ સેવાઓનો સંકલ્પ સાકાર કરવા તાલીમ અને વ્યવસ્થાઓ વધુ મજબૂત કરવાની રાજય સરકારની નેમ છે.

સાબરકાંઠા જિલ્લા કલેકટરશ્રી આ પ્રસંગે જણાવ્યું હતું કે,તા.૨૫ ડિસેમ્બર-સુશાસન દિન-સહિયારા પ્રયાસથી વધુ સુદ્રઢ સેવાઓનો સંકલ્પ કરી સૌ અધિકારીઓ કર્મચારીઓ લોક ઉપયોગી અને લુકાભીમુખ અભિગમ સાથે કામ કરે તે ઇચ્છનીય જેના માટે મુખ્યમંત્રી શ્રી આપણને ખૂબ જ સારું માર્ગદર્શન આપ્યું છે આપણે તેમના માર્ગદર્શન મુજબ કામ કરી સુશાસનની નેમ અમલી બનાવીએ.નાગરિકોને કેન્દ્રમાં રાખી વધુ સારી સેવાઓ અને માળખાકિય સુવિધાઓમાં ઉમેરો થાય તે મંત્ર સાથે કાર્યરત રાજય સરકાર દ્વારા વિવિધ પ્રકલ્પોની શરુઆત કરવામાં આવશે.

રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ૬૦૦ થી વધુ વિવિધ સરકારી યોજનાઓની વિગતો આપતા મારી યોજના પોર્ટલનો પ્રારંભ કરાવ્યો હતો. રાજય સરકારના લોકાભિમુખ અને પારદર્શી વહીવટલક્ષી અભિગમને સાકાર કરતા અનેક વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. સુશાસન પરની ટૂંકી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિડિયોના માધ્યમથી રાજયભરના જિલ્લાઓ પણ જોડાયા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી (ઇ.ચા) અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પાટીદાર , પ્રાયોજના વહીવટદાર શ્રી સકસેના,પ્રાંત અધિકારીશ્રીઓ, સહિત વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ- કર્મયોગીશ્રીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા.

આબીદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.