ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામેથી ઝાંઝરીયા ગીર ગઢડા પ્રચાર થતો રસ્તો વર્ષોથી જેમ છે તેમ આઝાદી પછી પણ નદી ઉપર પુલનાં ઠેકાણે નથી ખેડૂતો પરેશાન
તા: ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનનાં બોડીદર ગામેથી પ્રચાર થતો રસ્તો ગીર ગઢડા તાલુકામાં જાય છે આ રસ્તો વર્ષોથી જેમને તેમ હાલતમાં જોવા મળે છે આ રસ્તાની અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આજ સુધી કોઈ નિકાલ આવ્યો નથી જેમાં ઝાંઝરીયા બોડીદર ઞામ વચ્ચેનું અંતર 2 કિલોમીટર થાય છે જે રસ્તાનું કામ તો હાલ ચાલુ હતું એ રસ્તો પણ 4 થી 5 વર્ષથી આ કામ પણ બંધ થયેલ છે આ રોડ ઉપર 2 કિલોમીટરમાં મેટલ પણ પાથરેલી હોવાથી આજે આ રસ્તા ઉપર વાહન ચાલકો રાહદારી ખેડૂતોએ નીકળવું મુશ્કેલ સમાન છે જેમાં બોડીદર ગામથી સાવ નજીક પ્રચાર થતી નદીમા હાલ અત્યારે પણ પાણી ચાલું હોવાનાં કારણે આ નદી ઉપર આઝાદી વખતથી પુલ બન્યો નથી ત્યારે ચોમાસુ શિયાળો હોય કે ઉનાળો આ નદીમાંથી પ્રસાર થવા માટે વાહન ચાલકો રાહદારીઓ ખેડૂતોને મોટી મુશ્કેલીનો સામનો કરીને પોતાની ખેતીવાડી કરવા ગીર ગઢડા તાલુકાએ જવા માટે જીવનાં જોખમે આ નદીમાંથી પ્રચાર થવા માટે મજબુર બનવું પડે છે
જ્યારે આ રસ્તા ઉપરથી ઝાંઝરીયા વેળાકોટ સનવાવ જેવાં અનેક ગામડાઓને કોડીનાર આવવા માટેનો કાયમી રસ્તો હોય અને બોડીદર થી ઝાંઝરીયા સનવાવ કોડીનારના અનેક ગામડાઓને ગીર ગઢડા તાલુકામાં જવા માટેની આ રસ્તાની જરૂર પડતી હોય છે ત્યારે ખેડૂતો રાહદારીઓ અને ત્યાંથી નીકળતાં વાહન ચાલકોએ પણ અનેક વખત અનેક આગેવાનોને રજૂઆત કરવા છતાં પણ આજ સુધી કોઈ અધિકારી કે આગેવાનોનાં પેટમાં પાણી હલતું નથી ત્યારે હવે આક્રોશ સાથે ખેડૂતોએ તેમની વ્યથા રજૂ કરી છે કે જો આ ટૂંક સમયમાં રસ્તાનું કામ શરૂ કરવામાં નહીં આવે કે પુલ બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો અમે મતદાનનો બહિષ્કાર કરશું અને આવેદન પત્ર આપીને ઉગ્ર આંદોલન ઉપર ઉતરશું એવી ચિમકી આપી છે
પ્રેસ રિપોર્ટર ડિ.કે.વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
8780138711
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.