5 000ની ઉઘરાણી કરતાં યુવાન પર મિત્રનો છરીથી જીવલેણ હુમલો
નરસંગપરામાં રૂ.5 હજારની ઉઘરાણી કરતાં ખટારા સ્ટેન્ડ પાસે રહેતાં યુવાન પર મિત્રએ છરીથી જીવલેણ હુમલો કરતાં યુવાનને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પ્ર. નગર પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી હતી. બનાવ અંગે સાગર નગરમાં માર્કેટયાર્ડ ખટારા સ્ટેન્ડ પાસે રહેતા દિપક ઉર્ફે શિવમ રણજીતભાઈ અગ્રાવત (ઉ.વ.19) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વિમલ સતીષ બાવાજી (રહે. નાણાવટી ચોક, આવાસ ક્વાર્ટર) નું નામ આપતાં પ્ર. નગર પોલીસે બીએનએસ એક્ટ 118(1) સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે તેના માતા પિતા સાથે રહે છે. માંડવી પાકનો મજુરી કામ કરે છે. તે બે ભાઇઓ અને ત્રણ બહેનો છે. ગઈકાલે સાંજના સાડા પાંચેક વાગ્યાની આસપાસ જુની/કલેકટર કચેરીની પાછળ નરસંગપરા સુલભ પાસે ઉભેલ હતો. તે વખતે વિમલ બાવાજી તેમને મળતા તેની પાસે અગાઉના આપેલા રૂ 5 હજાર માંગતા વિમલ ઉશ્કેરાઇ જઇ પૈસા હું તને નહી આપુ તેમ કહીં ગાળો બોલી નેફામાથી છરીના આડેધડ ઘા શરીરે ઝીંકવા લાગ્યો હતો.
દરમિયાન ફરિયાદીએ દેકારો કરતાં વિમલ ત્યાંથી નાસી છૂટ્યો હતો.બાદમાં લોહીલુહાણ થઈ ગયેલ યુવાને તેમના પરિચિતને બોલાવી સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી પ્ર. નગર પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.