રાજકોટ શહેર દેવેન્દ્ર યાદવને મુખ્યમંત્રીએ પાઠવી શુભેચ્છા.
રાજકોટ શહેર તા.૨૪/૧૨/૨૦૨૪ ના રોજ તાજેતરમાં એશિયન આર્મરેસલીંગ ફેડરેશન દ્વારા મુંબઈ ખાતે પેરા આર્મરેસલીંગ હરિફાઇનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યના દિવ્યાંગ ભાઇઓ/બહેનોએ શાનદાર પ્રદર્શન કરી ૫ ગોલ્ડ, ૩ સિલ્વર તથા ૨ બ્રોન્ઝ સહિત કુલ-૧૦ મેડલો જીત્યા હતા. આ સ્પર્ધામાં કોમલબેન પટેલ, દેવેન્દ્ર યાદવ, હરિશ વર્મા, ખોડાભાઇ જોગારાણા, રાજેન્દ્રસિંહ પરમાર, મયંક પટેલ(આંતરરાષ્ટ્રીય રેફરી) તથા અશફાક ધુમરા વિજેતા બન્યા હતા. આ જેમાં રાજકોટના દેવેન્દ્ર યાદવને મુખ્યમંત્રી અને આર્મરેસલીંગ સ્પોર્ટ્સ એસોસીએશન-ગુજરાતનાં હોદ્દેદારઓએ શુભેચ્છા પાઠવી ઉજજવળ ભવિષ્યની કામના વ્યક્ત કરી હતી.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.