સાબરકાંઠા પાટણ જિલ્લા બાદ સાબરકાંઠામાં પણ બાળ તસ્કરી જેવો જ કિસ્સો સામે આવ્યો છે હિંમતનગર નજીક આવેલ
સાબરકાંઠા
પાટણ જિલ્લા બાદ સાબરકાંઠામાં પણ બાળ તસ્કરી જેવો જ કિસ્સો સામે આવ્યો છે હિંમતનગર નજીક આવેલ સાબર ડેરી પાસે ઝૂંપડપટ્ટી માં રહેતા શ્રમિક પરિવાર દ્વારા મોડાસાના વ્યક્તિઓ પૈસા લીધા હતા અને તેની ઉઘરાણી અર્થે મારામારી થઈ હતી અને પછી બે શખ્સો સહિત એક મહિલાએ બરજબરીપૂર્વક સાત વર્ષની બાળકીને ઉઠાવી લઈ ગયા હતા જોકે સાઈઠ હજાર રૂપિયાની લેતીદેતી મામલે લગભગ ત્રણ લાખથી ચાર લાખ રૂપિયા જેટલો હિસાબ બતાવી ઉઘરાણી કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જોકે બાળકીને ઉઠાવી લઈ ગયા બાદ અન્ય રાજ્યમાં ચાર લાખ રૂપિયામાં વેચી દેવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે જો કે પોલીસે ફરિયાદના આધારે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને રિમાન્ડ માટે પણ રજૂ કરવામાં આવ્યા છે પોલીસે સાત દિવસના રિમાન્ડની માંગ કરી છે
આબીદઅલી ભુરા સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.