રાજસ્થાનની માનસિક બીમાર દિકરીનું પિતા સાથે મિલન કરાવતુ નારી સંરક્ષણ કેન્દ્ર હિંમતનગર
*રાજસ્થાનની માનસિક બીમાર દિકરીનું પિતા સાથે મિલન કરાવતુ નારી સંરક્ષણ કેન્દ્ર હિંમતનગર*
****
સાબરકાંઠા જિલ્લામાં નારી સંરક્ષણ કેન્દ્ર હિંમતનગર દ્વારા
એક માનસિક બીમાર દીકરીનું પિતા સાથે મિલન કરાવીને સરાહનીય કામગીરી કરવામાં આવી છે.
વિગત એવી છે કે
નારી સંરક્ષણ કેન્દ્ર હિમતનગર સાબરકાંઠા ખાતે બે માસ અગાઉ સખી વન સ્ટોપ સેન્ટર હિંમતનગર દ્વારા તા એક માનસિક બીમાર મહિલાને આશ્રય આપવામાં આવ્યો હતો. અજાણી મહિલાની માનસિક બીમારીની સારવાર કરીને મેનેજરશ્રી દ્વારા કાઉન્સેલિંગ કરતા બેનનો પરિવાર રાજસ્થાનના ઉદયપુર તાલુકાનો હોવાનું જાણવા મળ્યું હતું. ગામની વિગત જાણતા જ ગામનાં સરપંચશ્રીને ટેલીફોન દ્વારા માહિતી મોકલતા બેનના પરિવારનો સંપર્ક કર્યો હતો. પોતાની દીકરીની જાણ થતા જ પિતા રૂબરૂ સંરક્ષણ કેન્દ્ર હિંમતનગર ખાતે આવીને દીકરીને રાજી ખુશી ઘરે લઇ ગયા હતા. પોતાની દીકરી સલામત રીતે મળતા પિતા અને પરિવારે સંરક્ષણ કેન્દ્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
આબીદઅલી ભુરા સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.