himmatnagar સવગઢ (પાણપુર) માં ગ્રામ સભા યોજાઈ. - At This Time

himmatnagar સવગઢ (પાણપુર) માં ગ્રામ સભા યોજાઈ.


સવગઢ (પાણપુર) માં ગ્રામ સભા યોજાઈ.

હિંમતનગર તાલુકાના સવગઢ (પાણપુર) ગામે જીપીડીપી અંતર્ગત ૧૫ માં નાણાં પંચ ની ગ્રાન્ટ માંથી વર્ષ ૨૦૨૫-૨૬ માટે આ વિસ્તારમાં વિકાસ ના કામો માટે ગ્રામ સભા તલાટી કમ મંત્રી નિશાબેન શાહ ની હાજરી માં યોજાઈ. જેમાં ખાન સોસાયટી માં બોરવેલ ની માંગણી, આંતરિક રસ્તાઓ બનાવવા અને સોસાયટી ની નજીક આવેલ ખાણ માં ઠલવાતું ગંદુ પાણી અને ગંદકી દૂર કરવી, ગામના સીસીટીવી કેમેરા ફરીથી ચાલુ કરવા ના ઠરાવ પસાર કરવામાં આવ્યા. બહોળી સંખ્યામાં ગ્રામજનો અને મહિલાઓ સહિત તાલુકા પંચાયત સદસ્ય હાજી ઈસ્માઈલ ભાઈ બાવન, પ્રાથમિક શાળા ના મુખ્ય શિક્ષક સત્તારભાઈ મન્સુરી, ઉપશિક્ષકો, આંગણવાડી કાર્યકરો, આરોગ્ય ના કર્મીઓ અને પત્રકાર રજબ ફકીર તેમજ ગામના જાગૃત યુવા નાગરિક અને મંજૂર અહેમદ હાજર રહ્યા હતા.

આબીદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.