માંગરોળના રહીજ થી દ્વારકા પગપાળા પદ યાત્રાનું પોરબંદર જિલ્લા કોળી સમાજ દ્વારા પદ યાત્રીઓનું ઉષ્માભર્યું સ્વાગત - At This Time

માંગરોળના રહીજ થી દ્વારકા પગપાળા પદ યાત્રાનું પોરબંદર જિલ્લા કોળી સમાજ દ્વારા પદ યાત્રીઓનું ઉષ્માભર્યું સ્વાગત


પહેલા દેસાબાપા રામ પરિવાર દ્વારા શરૂ થયેલી આ ૧૯મી પદ યાત્રામાં વિવિધ સમાજના ૧૭ તાલુકા, ૯૦ ગામના ૨૯ ટેકટર લઈ ને સ્વ ખર્ચે જોડાય છે.

પદ યાત્રા નો મુખ્ય ઉદેશ્ય વિસરાતી ભારતીય સંસ્કૃતિ ને જીવંત રાખી માનવતાનો સંદેશ વહેતો કરવાનો છે:માલદેભાઈ રામ

ગોસા(ઘેડ)તા. ૨૩/૧૨/૨૦૨૪
કદમ અસ્થિર હો એને રસ્તો નડતો નથી. અડગ મનના મુસાફરને હિમાલય સર કરવામાં નથી નડતો. આમ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના રહીજ ગામના જય દ્વારકાધીશ પદ યાત્રા મંડળ દ્વારા દ્વારકાધીશના દર્શન કરવા છેલ્લા ૧૯ વર્ષથી (પદ યાત્રા ) પગપાળા ચાલીને જાય છે ત્યારે દર વર્ષની જેમ આ સાલ પણ માંગરોળના રહીજ થી દ્વારકાધીશ ના દર્શને જતી પાંચ દીવસીય ૧૯ મી પદ યાત્રા દ્વારકાધીશના પરમ ભક્ત માલદેભાઈ જીણાભાઇ રામ ના નેજા તળે પગપાળા પદ યાત્રા સંઘ નીકળતા પોરબંદર ખાતે આવેલ ૐ સાંઈ ટેકા પરબ ખાતે પોરબંદર જિલ્લા કોળી સમાજ દ્વારા પદ યાત્રીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
માંગરોળના રહીજ થી દ્વારકા સુધી ની પદ યાત્રા રહીજ ના જય દ્વારકા ધીશ પદ યાત્રા મંડળ દ્વારા પ્રતિ વર્ષે ની જેમ આ વર્ષે પણ દ્વારકા ના પરમ ભક્ત શ્રી માલદેભાઇ જીણા ભાઈ રામ ના માર્ગદર્શન હેઠળ પદ યાત્રા નું આયોજન કરવા માં આવેલ છે,
પદ યાર્ત્રીઓને જગતના નાથ શ્રી દ્વારકાધીસના દર્શનની અભિલાષા છે.
પદ યાત્રા નો મુખ્ય ઉદેશ્ય વિસરાતી ભારતીય સંસ્કૃતિ ને જીવંત રાખી માનવતાનો સંદેશ વહેતો કરવાનો છે ૧૯ વર્ષે પહેલા દેસાબાપા રામ પરિવાર દ્વારા શરૂ થયેલી આ ૧૯મી પદ યાત્રા માં વિવિધ સમાજના પદ યાત્રા માં ૧૭ તાલુકા, ૯૦ ગામ ના ૨૯ ટેકટર લઈ ને સ્વ ખર્ચે જોડાયેલા છે ૯૦ જેટલા સ્વયં સેવકો પોતાનો કિંમતી સમય આપી પદ યાત્રીઓ ની જમવા ચા -પાણી ની વ્યવસ્થા સંભાળે છે સાથે છેલ્લા ૧૯ વર્ષથી આ પદ યાત્રા યોજાઈ રહી છે આ પદ યાત્રા પોરબંદઆવી પહોંચતા શ્રી દ્વારકા ધીશ ની પુરાક દ ની મૂર્તિ સાથે લાઉડ સ્પીકર ની સિસ્ટમ અને અખંડ દીપ જ્યોતિ સાથે સુશો્ભિત રથ સાથે ની પદ યાત્રા ના આયોજક શ્રી માલદે ભાઈ જીણા ભાઈ રામ ના નેતૃત્વ માં ભીખાભાઇ રામ, કાના ભાઈ જમાદાર,માલદે ભાઈ પીઠીયા, જગમાલ ભાઈ ચોચા, રામભાઈ રામ, અરજનભાઈ રામ હરદાસભાઈ ચોચા, ભીમાભાઈ રામ,માલદેભાઈ રામ,દિનેશ ભાઈ નાદાણીયા સહયોગી સાથે માંગરોળ ના રહીજ થી નીકળેલી આ પદ યાત્રાનું પ્રથમ રાત્રી રોકાણ ગોરસર મોચા શ્રી નાગબાઈ મંદિર , બીજી રાત્રી ઓડદર શ્રી રંગબાઈ મંદિર ત્રીજી રાત્રી રોકાણ પાલખડા શ્રી હીરજી આશ્રમ રાણછોડ ભાઈ જોશી, ચોથી રાત્રી રોકાણ ભોગાત આહીર સમાજ અને અંતિમ પાચ મી રાત્રી રોકાણ દ્વારિકા આહીર સમાજ એમ પાંચ દિવસ ની પદ યાત્રા નું આયોજન કરવામાં આવેલ છે ઓડદર શ્રી રંગબાઈ મંદિર થી નીકળી આજે , પોરબંદર ના પ્રવેશ દ્વાર એવા ઇન્દિરા નગર પાસે વહેલી સવારે પરોઢીએ આવી પહોંચતા ૐ સાંઈ ટેકા પરબના પ્રમુખ રામશીભાઇ બામણીયા, પોરબંદર જિલ્લા કોળી સમાજ કર્મચારી મંડળના પ્રમુખ રામભાઈ બગીયા, પોરબંદર રાજીવ લીલાવતી બામણીયા ફાઉન્ડેશન ચેરી ટેબલ ટ્રષ્ટના પ્રમુખ નારણભાઇ બામણીયા, જિલ્લા કોળી સમાજ કર્મચારી મંડળના પ્રમુખ રામભાઈ બગીયા,, છાંયા પ્લોટ ઘેડીયા કોળી સેવા સમાજ ચેરી ટેબલ ટ્રષ્ટના પ્રમુખ દેવાયત ભાઈ વાઢિયા. છાંયા પ્લોટ ન્યૂ ઘેડીયા કોળી સમાજ વંડીના ઉપ પ્રમુખ લાખા ભાઈ મોકરીયા છાયા પ્લોટ કોળી યુવા પ્રમુખ અરજનભાઈ આંત્રોલીયા, જિલ્લા કોળી સમાજ રત્ન કેળવણીકાર ડો ઈશ્વરભાઈ ભરડા શ્રેષ્ઠિ સંજય ભાઈ સોલન્કી, વરજાંગ ભાઈ વાસણ ,નિવૃત પોલીસ ઓફિસર રામભાઈ વાજા સહીત અગ્રણીઓ એ ભવ્યતિભવ્ય આગતા સ્વાગતા કરવામાં આવેલ હતું. ત્યારે પદ યાત્રીઓએ જય સુદામા પુરી, જય મહાત્મા ગાંધી ના નાદ સાથે રોમાંચિત થયા હતા.
ૐ સાંઈ ટેકા પરબ ખાતે પોરબંદર ઇન્દિરા નગર ૐ સાંઈ બાબા ટેકા પરબ ખાતે સાંઈ બાબા ને પદયાત્રાના મોભી માલદે ભાઈ જીણાભાઈ રામે હાર પહેરાવી આશીર્વાદ મેળવ્યા હતા.અને પદ યાત્રીઓને રસ્તામાં ટેકો. મળે માટે તેમાટે પદયાત્રીઓને લાકડી અર્પણ કરી હતી દરેક પદ યાત્રી એ ૐ સાંઈ બાબાના મંદિર ના દર્શન કરી ચોકલેટ -પીપર મેન્ટ ની ચા -કોફી સાથે પ્રસાદી લઈ ધન્ય તાની લાગણી અનુભવી હતી. પદ યાત્રા પ્રસ્થાન થઇ હતી જે ત્રીજો પડાવ પાલખડા શ્રી હીરજી બાપા આશ્રમ અને ચોથો પડાવ થઇ ને તા ૨૫/૧૨/૨૪ના રોજ સાંજે શ્રી દ્વારકા ધીશના દર્શન કરી ધન્યતા અનુભવશે ત્યાર બાદ દ્વારકા મુકામે અખિલ અખિલ ભારતીય આહીર સમાજમાં ભોજન પ્રસાદ લઈ ભાદર કાંઠાની પ્રખ્યાત કીર્તન મંડળીમાં બામણાસાવાળા જગમાલભાઈ વાળા,મેરામણ ભાઈ અને અર્જુનભાઈ માંડવા વાળા ની સાથે નામી અનામી કલાકારો પોતાની કીર્તન મંડળીમાં કલા રજૂ કરશે વિશેષ જાણકારી માટે માલદેભાઈ જીણા ભાઈ રામ મોબાઈલ નંબર ૯૬૮૭૩૩૭૮૩૭ પર સંપર્ક સાધવાની યાદીમાં જણાવાયું છે
રિપોર્ટર:-વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.