દુધઈ અનેક રજુઆત છતાં ખનીજ ખનન વહન ગેરકાયદેસર બંધ કેમ થતું નથી?
મુળી ના દુધઈ ગામે ખનીજ ચોરી ની બુમરેંગ મચી જવા પામી છે ત્યારે ગ્રામ પંચાયત અને સ્થાનિક લોકોએ આ બાબતે રજુઆત કરવામાં આવી છે તેમછતાં આજદિન સુધી ખનિજ ગેરકાયદેસર ખનન વહન બંધ થતું નથી જાણે ખનીજ માફીયાઓ તંત્ર ને લલકાર કરતાં હોય તેવો ગામલોકો જણાવી રહ્યા છે ખાણ ખનીજ વિભાગ ના અધિકારી સતત બે દિવસ સ્થળ તપાસ કરી અને પંચરોજકામ કરવામાં આવેલ પરંતુ અધિકારી જાય એટલે તુરંત જ ખનીજ ખનન વહન ગેરકાયદેસર શરૂ કરી દેવામાં આવે છે ત્યારે કોના ઈશારે ખનીજ માફીયાઓ બેફામ થયા છે તે મોટો સવાલ પેદા થાય છે સ્થાનિક દ્વારા નામજોગ ઉલ્લેખ કરી ફરિયાદ કરેલ છે અને હિટાચી મશીન ડમ્પરો દ્વારા આ ખનીજ ચોરી હજું પણ યથાવત છે ત્યારે આ ખનીજ ચોરી બંધ કરાવવાની જવાબદારી કોની? તેમ ગામલોકો જણાવી રહ્યા છે આ ખનીજ ચોરી વજાભાઈ બાવલભાઈ ચૌહાણ રજપુત શિવપુર અને દશરથભાઈ ધીરૂભાઇ ડાભી રજપૂત દુધઈ અને કળમાદ મુળી ના હિટાચી માલિક એવા રાજભા રજપુત અને એક અન્ય શખ્સો ના નામ બહાર આવેલ છે દોલતસિંહ રાઠોડ કળમાદ પણ સંડોવાયેલા છે ત્યારે આ શખ્સો ઉપર ચાર હાથ કયા અધિકારી ના છે કે ખનીજ ચોરોને છાવરી રહ્યા છે આગામી સમયમાં આ બાબતે ઉગ્ર સ્વરુપ ધારણ કરી આ ખનીજ ચોરી બંધ કરાવવા દુધઈ ના ગામજનોએ મક્કમ બની લડત આપશે આ બાબતે તમામ વિભાગ ને જાણ કરવામાં આવી છે
9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે
