ધંધુકા માર્કેટ યાર્ડ રોડ પર ભૂગર્ભ ગટરના ઢાંકણ તુટેલી હાલતમાં અકસ્માતની દહેશત - At This Time

ધંધુકા માર્કેટ યાર્ડ રોડ પર ભૂગર્ભ ગટરના ઢાંકણ તુટેલી હાલતમાં અકસ્માતની દહેશત


ધંધુકા માર્કેટ યાર્ડ રોડ પર ભૂગર્ભ ગટરના ઢાંકણ તુટેલી હાલતમાં જોવા મળે છે. 

અમદાવાદ જીલ્લા ના ધંધુકા કોલેજ રોડ પર આવેલ માર્કેટ યાર્ડ પાસે ભૂગર્ભ ગટરના ઢાંકણ તુટેલી હાલતમાં જોવા મળે છે. 
જેમાં ક્યાંક આ ગટરના તકલાદી કામોના કારણે આ ગટર ઉપરના ઢાંકણા તૂટી જતા છેલ્લા કેટલાય સમયથી આ તૂટેલા ઢાંકણાના કારણે સ્થાનિક રહીશો દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા આ બાબતે કોઈપણ યોગ્ય કાર્યવાહી કરાતી નથી
જેના કારણે અકસ્માતની દહેશત જોવા મળે છે. ત્યારે તંત્ર અહીંના વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ઢાંકણનું સમારકામ કરે તેમજ મજબૂત લોખંડના ઢાંકણા નાખવામાં આવે તેવી લોક માંગણી ઉઠી છે. ઉલ્લેખનીય છે કે આ રોડ પર સરકારી શાળા, આગળ જતાં કોલેજ તેમજ બીરલા હાઈસ્કૂલ શ્રી ડી એ વિદ્યામંદિર સમર્પણ સ્કૂલ જેવી શાળાઓ આવેલી છે. આ રોડ પરથી છાત્રો અવર- જવર કરે છે. ત્યારે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. 

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image