નાલંદા સંસ્કૃતિ ગૃપના અધ્યક્ષ મંજુલાબેન બાપોદરાએ ભોરાસર સીમ શાળાની અને જપર સીમ શાળાની મુલાકાત લીધી
દેશની ધરોહર સંસ્કાર અને સંસ્કૃતિની મજબુત બુનિયાદ પર જ ટકે છે.: મંજુલાબેન બાપોદરા
ગોસા(ઘેડ)તા,૨૦/૧૨/૨૦૨૪
પોરબંદર જિલ્લામાં રાણાવાવ તાલુકાની ભોરાસર સીમ શાળાની અને જપર સીમ શાળા ની આ બે સ્કૂલ તરફ થી મળેલ આમંત્રણ ને માન આપી નાલંદા સંસ્કૃતિ ગૃપ દ્વારા ભોગાસર સીમ શાળા ને જપર સીમ શાળા ની મુલાકાત લેવામાં આવી હતી.
આ બંને શાળાની મુલાકાત દરમ્યાન નાલંદા સંસ્કૃતિ ગૃપના અધ્યક્ષ મંજુલા બેન બાપોદરા દ્વારા બાળકોને શૌર્ય,પ્રામાણિકતા ની સાથે સ્વાભિમાન અને અડગ ચારીત્ર નીર્માણ વિશે ઐતિહાસિક પ્રાત્રો ના જીવન કવન ને વાગોળતા કહ્યું હતું દેશ ની ધરોહર સંસ્કાર અને સંસ્કૃતિની મજબુત બુનિયાદ પર જ ટકે છે. જે દેશનું યુવાધન વ્યસનને ફેશનની દિશા નક્કી કરે ત્યાંથી રાષ્ટ્ર ના પતનની શરુઆત થાય છે.
ભોગારસ સીમ શાળાની મુલાકાત દરમ્યાન શાળાનું સુંદર વાતાવરણ અને એટલો જ સરસ શિક્ષક સ્ટાફ જ્યાં આચાર્ય લાખાભાઇ સુદાવદરા ના માર્ગદર્શન નીચે સ્કૂલ માં અંદાજે ત્રણસો જેટલા અલગ અલગ વૃક્ષ, ફળઝાડ,ઔષધિય ગુણો ધરાવતા છોડ ને અસંખ્ય ફૂલછોડh નું વાવેતર કરી સ્કૂલ ને એક તપોવન સમાન બનાવવામાં આવ્યું છે ત્યારે જયાબેન ભુતિયા, હાર્દીક ભાઈ, માલતીબેન બાપોદરા વગેરે શિક્ષકો દ્વારા શિક્ષણની સાથે બાળકોના જીવન ધડતર માટેના અવનવા પ્રયોગો થી જ્ઞાન વર્ધક કાર્યક્રમો નું આયોજન અવાર નવાર થાય છે. તેને બિરદાવેલ. એવીજ રીતે જપર સીમ શાળાની મુલાકાત લેતા ત્યાં પણ આચાર્ય સંગીતાબેન મોઢવાડીયા સાથે હીરા બેન ગરેજા,મીતુલભાઈ વાઢેર સહિતનો શિક્ષક સ્ટાફ પણ એટલો જ કાર્યરત છે. બન્ને સ્કૂલ ના મળીને અંદાજે ત્રણસો જેટલા બાળકોની મુલાકાત લેવામાં આવી અને તેમની સાથે ગોષ્ઠી કરવામાં આવી.આ તકે નાલંદા સંસ્કૃતિ ગૃપના અધ્યક્ષ મંજુલા બેન બાપોદરા દ્વારા બાળકોને શૌર્ય, પ્રામાણિકતા ની સાથે સ્વાભિમાન અને અડગ ચારીત્ર નીર્માણ વિશે ઐતિહાસિક પ્રાત્રો ના જીવન કવન ને વાગોળતા કહ્યું હતું કે દેશની ધરોહર સંસ્કાર અને સંસ્કૃતિની મજબુત બુનિયાદ પર જ ટકે છે. જે દેશનું યુવાધન વ્યસન ને ફેશન ની દિશા નક્કી કરે ત્યાંથી રાષ્ટ્ર ના પતનની શરુઆત થાય છે . આવનારા ભવિષ્યમાં જો આપણી પાસે માનસિક , શારીરીક,કે આંતરીક, શક્તિ ઓની ઉણપ હશે તો ધન સંપત્તિ પણ ની:અર્થક સાબીત થાય. તો આ માટે રાષ્ટ્ર હિત માં એક નીર્ણાય જીવનશૈલીના નીર્માણ માટે આહ્વાન કરતા કહ્યું હતું જો રાષ્ટ્ર સલામત હશે તોજ આપણી ઓળખ પણ સલામત રહેશે .ને આ સાથે દિકરી ઓને ખાસ ટકોર કરતા કહ્યું હતું કે જો આપણી *દિકરીઓના ચારીત્ર અખંડ હશે તોજ એની કોખે થી ફરી શિવાજી મહારાજ કે મહારાણા પ્રતાપ જેવા સંતાનોની અપેક્ષા રાખી શકાય* મહારાણી પદ્મીની ને વિરાંગના લક્ષ્મી બાઈ ને યાદ કરતા કહ્યું તુ દરેક દિકરી શક્તિ નું પ્રતિક છે એમને પોતાની ફર્જ અને મર્યાદા યાદ રાખવી જોઈએ .આ તકે મંજુલા બહેન તરફ થી મળતા પ્રતિભાવો એવા હતા કે બાળકો તરફથી મળેલા સ્નેહ ને એમની આંખોમાં વધુ જાણવાની જીજ્ઞાશા પણ અભિભાવુક કરી દે એવી છે બસ જો બાળકને સાચુ દિશા સુચન કરવામાં આવે તો આવતા સમયમાં એક પરિવર્તન ની લહેર ચોક્કસ જોવા મળશે .આ તકે બન્ને સ્કૂલ માં મંજુલા બહેન બાપોદરા દ્વારા લિખિત "કર્મઠ શિલ્પી" બુક પણ અર્થ કરવામાં આવેલ અને બન્ને સ્કૂલમાં મળેલા બહોળા પ્રતિસાદ ને અવારનવાર સ્કૂલોની મુલાકાત લેવા આમંત્રણ મળેલ.નાલંદા સંસ્કૃતિ ગૃપ તરફથી મંજુલાબેન બાપોદરા, કીરીટભાઇ વિશાણા, લીલું બહેન ઓડેદરા હાજર રહ્યા હતા .
રિપોર્ટર:-વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.