જસદણ ન્યાયાલયની મુલાકાત લેતા દેવપરા ગામના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ
ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના દેવપરા ગામની સરકારી પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓ જસદણ ન્યાયાલયની મુલાકાત લીધી. આમ ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગના આદેશ અનુસાર વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે પ્રેક્ટીકલ જ્ઞાન આપવું જરૂરી છે તે અનુસંધાને જસદણ તાલુકાના દેવપરા ગામની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ જસદણ ન્યાયાલયની મુલાકાત લીધી હતી. આમ જસદણ ન્યાયાલયની મુલાકાત દરમિયાન એ.પી.પી.ની ચેમ્બર, રજીસ્ટ્રારની ચેમ્બર, મુદ્દામાલ રૂમ, લોકઅપ રૂમ અને કોર્ટરૂમની મુલાકાત લીધી હતી. આમ આ તકે જસદણ ન્યાયાલયના નામદાર મહેરબાન એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ વી.એ.ઠક્કરે વિદ્યાર્થીઓને કોર્ટમાં બેસવાની પરમિશન આપી કોર્ટ કાર્યવાહીથી માહિતગાર કરેલ અને જણાવેલ કે ફિલ્મોમાં બતાવવામાં આવતી કોર્ટ અને તેની કાર્યવાહી અને રિયલમાં ચાલતી કોર્ટ અને તેની કાર્યવાહી અલગ જ હોય છે. અને કોર્ટમાં ડિસિપ્લિનનું ખૂબ જ મહત્વ હોય છે. આ સાથે વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી કરી વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોના જવાબો આપી કોર્ટ કાર્યવાહી વિશે માહિતી માર્ગદર્શન આપેલ અને રીયલ કોર્ટ અને તેની કાર્યપદ્ધતિ જોઈને વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ થયા. આમ દેવપરા સ્કૂલના આચાર્યએ જસદણની ન્યાયાલયની મુલાકાત માટેની પરમિશન આપવા બદલ આ સાથે જસદણ ન્યાયાલયના નામદાર મહેરબાન પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તેમજ તાલુકા લીગલ સર્વિસ કમિટીના ચેરમેન કે.એન.દવે તેમજ નામદાર મહેરબાન એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ વી.એ.ઠક્કર તથા એ.પી.પી.શ્રીમતી કે.એમ.ચૌધરી, રજીસ્ટર એમ.બી પંડ્યા તથા લીગલ વિભાગના સેક્રેટરી જે.એ.સોયા,જયદીપભાઈ જોષી તથા કોર્ટ ડયુટી તથા કોર્ટનાં તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરેલ. આ તકે એડવોકેટ રમેશભાઈ નાગાણી, મહાવીરભાઈ બસીયા, વિપુલભાઈ હતવાણી, નદિમભાઈ ધંધુકિયા, પિયુષભાઈ ખોખર, ભરતભાઈ અંબાણી, વી.એન. વાલાણી, યાકુબભાઈ દલાલ, ભીમભાઈ ધાંધલ, રશ્મિનભાઈ શેઠ, જાગેશભાઈ મણીયાર, હરેશભાઈ સોલંકી, ભરતભાઈ સોલંકી, મનુભાઈ દાફડા,નીતિનભાઈ કટેશીયા, મોહિતભાઈ રવિયા, જયદેવભાઈ રાઠોડ, પ્રદીપભાઈ વઘાસિયા, જયદેવભાઈ ગઢવી, પૂજાબેન પરમાર,મધુબેન તોગડીયા, પ્રકાશભાઈ પ્રજાપતી અને ઘણા બધા એડવોકેટઓએ કોર્ટમાં પધારેલ દેવપરા સ્કૂલના વિદ્યાર્થીઓનો આભાર વ્યકત કરેલ અને અંતે વિદ્યાર્થીઓને નાસ્તો આપવામાં આવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.