સાજા પગનું ઓપરેશન કરી નાંખનાર રાજકોટની યુનિકેર હોસ્પિટલનાં તબીબ સામે ગુનો નોંધાયો - At This Time

સાજા પગનું ઓપરેશન કરી નાંખનાર રાજકોટની યુનિકેર હોસ્પિટલનાં તબીબ સામે ગુનો નોંધાયો


રાજકોટમાં માધાપર ચોકડી પાસે આવેલ યુનિકેર હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી હતી. જૂનાગઢની કોલેજીયન યુવતીના સાજા પગનું ઓપરેશન કરી નાંખતાં ડો. જીગીશ દોષી સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગુનો નોંધાતા યુવતીને અંતે પોલીસે ન્યાય અપાવ્યો હતો.
યુવતીને ડાબા પગમાં થયેલ ગાંઠનું ઓપરેશન કરવાનું હતું, તેની જગ્યાએ જમણા પગની સર્જરી કરી નાંખી, બાદમાં વાલીને તમારી પુત્રીને બંને પગમાં ગાંઠ હતી એટલે બંનેમાં સર્જરી કરી હોવાનો બચાવ કર્યો હતો. પરંતુ સાજા પગમાં કરેલ સર્જરીથી યુવતીને કાયમી દુખાવો રહી જતાં તબીબનો ભાંડો ફૂટ્યો હતો.
બનાવ અંગે જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં આપેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, એસ.વાય.બી.એ. નો જુનાગઢની કોલેજમાં અભ્યાસ કરે છે. 10 વર્ષ પહેલાં જુનાગઢમાં ગણેશ વીસર્જન સમથે ટ્રક પલટી જતાં તેમને ડાબા પગે સામાન્ય ઇજા થયેલ હતી. જેથી જે તે વખતે કોઇ સારવાર કરાવેલ ન હતી.
ત્યારબાદ ધીમે ધીમે ડાબા પગે ગોઠણથી નીચેના ભાગે દુખાવો થયા કરતો હતો. જેથ થોડાક દીવસ પહેલાં જુનાગઢ ખાતે ડો. નીકુંજ ઠુમરને બતાવેલ હતુ. જેથી તેમણે સોનોગ્રાફી કરાવવાનું કહેતાં સોનોગ્રાફી તથા એમ.આઇ.આર કરાવેલ હતું. ડો.નીકુંજ ઠૂંમરે રિપોર્ટ જોઈ જણાવેલ કે, તમારા ડાબા પગે લોહીની ગાંઠ થઇ ગયેલ છે અને તમારે આ સારવાર માટે વાસકયુલર સર્જન ડોકટરને બતાવવુ પડે.
જેથી બાદમાં તેણીએ મોબાઇલમાં ગુગલ ઉપર સર્ચ કરતાં યુનીકેર હોસ્પિટલ રાજકોટનું સરનામુ આવેલ, જેથી કુટુંબી ફુવા સતીષભાઇ રીબડીયા રાજકોટ રહેતાં હોય તેમને ફોન કરી યુનીકેર હોસ્પિટલ ખાતે આયુસ્માન કાર્ડમાં વાસકયુલર સર્જન ડોકટર દ્રારા ઓપરેશન કરી આપે છે કે, કેમ તેની ખાત્રી કરવા જણાવેલ અને તેમના ફુવાએ જણાવેલ કે, યુનીકેર હોસ્પિટલમાં આયુસ્માન કાર્ડમાં વાસકયુલર સર્જરી કરવામાં આવે છે. જેથી તેણી તેના ફઇ દયાબેન વોરા સાથે તા.03/04/2024 ના યુનીકેર હોસ્પિટલ રાજકોટ બતાવવા સારુ આવેલા અને ડો. જીગીશ દોષીએ પગની તપાસ કરી આશરે 5 દીવસની દવા આપેલ હતી.
ત્યારબાદ તા.10/04/2024 ના તેણી તેના ફઈ સાથે ફરીથી બતાવવા આવેલ હતાં. જેથી ડો. જીગીશ દોષીએ જણાવેલ કે, દવાથી કોઇ રાહત થયેલ નથી જેથી દવાથી સારુ ન થાય તેમજ દુખાવો વધુ થતો હોય તો તો તમારે ઓપરેશન કરાવવુ પડશે અને તમારે જયારે ઓપરેશન કરવવાનું થાય ત્યારે મને ફોન કરી જણાવજો હું તમને તારીખ તથા ટાઇમ આપી દઇશ.
તેણીને ડાબા પગમાં દુખાવો વધુ થતો હોય, જેથી યુનીકેર હોસ્પિટલ ખાતે તા.4/04/2024 ના સારવાર માટે દાખલ થયેલ હતી અને જરૂરી તપાસ કરી લાગતાં વળગતાં રિપોર્ટ કરવામાં આવેલ હતાં. ત્યારબાદ તા.25/04/2024 ના તેણીનું ઓપરેશન કરેલ હતુ. બાદમાં તેણીના પિતાએ તેમને જાણ કરેલ કે, ડોકટર સાહેબે મને જણાવેલ કે તમારી દીકરીને જમણા પગમાં પણ નાની ગાંઠ હતી. જેથી તેનુ પણ ઓપરેશન કરી દીધેલ છે.
ત્યારબાદ તા.26/04/2024 ના સાંજના ચારેક વાગે તેણીને રજા આપેલ હતી. ઓપરેશન બાદ તેણીના ડાબા પગમાં દુખાવો મટી ગયેલ અને સારુ થઇ ગયેલ હતું.પરંતુ જમણા પગામાં ખુબ જ દુખાવો થતાં તેણી ફઈ સાથે યુનીકેર હોસ્પિટલમાં ડો. જીગીશ દોશીને બતાવવાં આવેલ હતા. ડોક્ટરે જણાવેલ કે, આરામ કરો છ મહીનામાં સારુ થઈ જશે તમારે બીજા કોઇ રીપોર્ટ કરાવવાની જરૂર નથી.
પરંતુ તેણીને સારું ન થતાં જુનાગઢ ખાતે ડો. નિકુંજ ઠૂંમરને બતાવેલ હતુ. જેથી તેમણે એમ.આઇ.આર. કરાવવાનું કહેતો એમ.આઇ.આર. કરાવેલ અને રિપોર્ટ જોઈ તબીબી જણાવેલ કે, તમારા જમણા પગમાં ઓપેરશન કરતી વખતે કોઇ ભૂલ થવાથી ગાંઠણના ભાગે આવતી નસ થોડી દૂર જતી રહેલ છે. જેના કારણ તમને દુખાવો થયા કરે છે જેથી ફરીથી યુનીકેર હોસ્પિટલ પર ડો જીગીસ દોષીને બતાવવા ગયેલ તો તેઓએ આરામ કરવાની સલાહ આપેલ હતી.
પરંતુ હાલ તેણીને જમણા પગમાં અસહ્ય દુખાવો થાય છે. યુનીકેર હોસ્પિટલના ડો. જીગીશ દોષીએ તેણીના ડાબા પગનું ઓપરેશન કરવાનું હતું તેની જગ્યાએ જમણા પગનું ઓપરેશન કરી નાંખી ગંભીર બેદરકારી કરી હતી અને બંને પગમાં ઓપરેશન કર્યા બાદ ગાંઠ પણ બતાવી ન હતી. જે અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
યુવતીના ડાબા પગના બદલે જમણા પગમાં કરેલ ઓપરેશન બાદ અસહ્ય દુખાવો થતો હોય જેથી તબીબ જીગીશ દોષી પાસે આવતાં તેમને ઉડાઉ આપવા જવાબ આપવાનું ચાલું કર્યું હતું. તબીબે કહ્યું કે, હવે કાઈ નહિ થાય દુખાવો આપમેળે મટી જશે હવે અહીં આવવું નહીં કે, રિપોર્ટ પણ અન્ય જગ્યાએ કરી લેજો તેમજ તમારાથી જે થાય તે કરી લેજો કહી ગર્ભિતધમકી પણ આપી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.